SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ પs૨. શુદ્ધિ અને સિદ્ધિ વનની સર્વશ્રેષ્ઠ સિદ્ધિ શબ્દોથી નહિ, પણ સાધના અને શુદ્ધિથી જ 'પામી શકાય છે. સુવર્ણ જેવા સુવર્ણને પણ શુદ્ધ થવા માટે તેજાબમાંથી પસાર થવાની કઠિન સાધના કરવી પડે છે. ૫૬૩. પ્રાયશ્ચિત્ત વનને પવિત્ર કરવાની જેને આકાંક્ષા હોય, ચારિત્ર્યને કાંચન જેવું ઉજ્વળ કરવાનો જેને તલસાટ હોય, હૃદયને સ્ફટિક જેવું પારદર્શક બનાવવાની જેને ઉત્કંઠા હોય તે જ માણસ પોતાની મલિનતાને ધોવા પ્રાયશ્ચિત્તની ધારાઓ વહાવે છે. એને મન પ્રાયશ્ચિત્તનાં આંસુ એ જીવનના મળને ધોનાર પવિત્ર ગંગાજળ છે. પ૬૪. પવિત્ર ભીખ ૨ પવિત્ર આત્મદેવ ! આજના મંગળ પ્રભાતે હું આપની પાસે આ પવિત્ર ભીખ માગું છું; કોઈ પણ નારીના સૌન્દર્ય પર કુદૃષ્ટિ કરવાનો પ્રસંગ આવે તો હું અંધ થઈ જાઉં, કોઈની નિંદા સાંભળવાનો પ્રસંગ આવે તો હું બહેરો થઈ જાઉં, કોઈના અવગુણ ગાવાનો અવસર આવે તો હું મૂંગો થઈ જાઉં, કોઈનું દ્રવ્ય હરવાની વેળા આવે તો હું ઠૂંઠો થઈ જાઉં. ૫૫. પ્રિયદર્શન . ધારઘેરા ઘોર અરણ્યમાં, ભૂલા પડેલા કોઈ નિરાશ પથિકને, દૂર-અતિ દૂર ટગમગતો દીપક, જેમ આશા ને હિમ્મત આપે છે, તેમ અનન્તના આ વિકટ પ્રવાસમાં મને પણ પ્રભો ! તારું પ્રિયદર્શન આશા ને હિમ્મત આપે છે ! એટલે જ હું વિનમ્રભાવે ભીખ માગું છું કે પ્રભુ ! તારું પ્રિયદર્શન, મારા આ એકલપંથમાં સદા પ્રકાશ પાથરતું રહે ! -ચિત્રભાનુ ૧૭૪ - મધુસંચય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy