________________
૫૫૭. પરિપક્વ
નેક પ્રલોભનો વચ્ચે પણ તમારી ઇન્દ્રિયો શાંત રહે, એ ત૨ફ પ્રલોભાય
નહિ તો જાણજો કે તમારું જ્ઞાન પરિપક્વ છે.
૫૫૮. પ્રેમ
તાતો
૨થી મોકલાતો સંદેશો હજારો માઈલ દૂર રહેલ વ્યક્તિને પણ મળે છે, તો પ્રેમીહૃદયનો શુદ્ધ વિચાર દૂર રહેલા પોતાના સ્નેહીને કેમ ન પહોંચે ? તાર જડ છે છતાં એમાં આ શક્તિ છે, તો હૃદય તો ચૈતન્યના જીવંત ધબકારથી ધબકતું જીવન છે. એનો વેગવંત સંદેશો તો સૌથી પહેલો પહોંચે.
૫૫૯. પરમ પ્રેમ
પં
થ અને સંપ્રદાયની વાતો તો ખૂબ કરી; હવે આત્માને ૫૨માત્મા સાથે જોડતા પ૨મ પ્રેમની વાત કરો તો સારું; ખોખાં તો ઘણાંય જોયાં, હવે વસ્તુનું દર્શન થાય તો સારું.
૫૬. જ્ઞાન
નુભવના આનંદ વિના માત્ર જ્ઞાનનો ભાર ઉપાડનાર જ જો જ્ઞાની
કહેવાતો હોત તો પુસ્તકોથી ભરેલો કબાટ પણ જ્ઞાનીમાં ખપી જાત !
܀
૫૬૧. ભૂલ અને આંસુ
લ તો થઈ જાય, પણ થયેલી ભૂલને ભૂલ રૂપે સમજી, એને ધોવા માટે જે આંખ આંસુ વહાવે છે તે જ અંતે આનંદનાં અંજન પામે છે. પણ ભૂલ કરવા છતાંય જે આંખ આનંદથી હસે છે તે તો છેવટે આંસુનાં જ અંજન પામે ને !
ભૂ
Jain Education International
ઊર્મિ અને ઉદધિ * ૧૭૩
For Private & Personal Use Only
www.jainelibrary.org