SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ રાજાના આશ્ચર્યનો પાર ન રહ્યો. એક વણિકમાં આવું બળ અને આવી કળા ! - ભીમદેવે તીર ક્યાં ગયું છે એ શોધવા સૈનિકને મોકલવા માંડ્યો ત્યારે યુવાને કહ્યું : “મહારાજ ! માણસને નહિ, ઘોડેસ્વારને મોકલો, નહિ તો એ સાંજે પણ પાછો નહિ આવે.' બાર માઈલની મજલ કરી, હાંફતો ઘોડેસ્વાર તીરને હાજર કરતાં કહેવા લાગ્યો, “છ માઈલ દૂર જઈ આ તીર પડ્યું હતું.' આશ્ચર્યમાં ડૂબેલા રાજાએ પૂછ્યું, “યુવાન, તારું નામ ?” વણિકે નમ્રતાથી નમન કરીને કહ્યું : “લોકો મને વિમળ કહે છે.” થોડા દિવસમાં પાટણની પ્રજાએ સાંભળ્યું કે, વિમળ મંત્રી છે. પણ આજ તો આબુના દેવભવન જેવાં ભવ્ય મંદિરો જોઈ આખું જગત કહે છે. એ વિમળ મંત્રી ભલે હોય, એ તો સંસ્કૃતિને ઘડનારો એક મહાન સ્વપ્નદ્રષ્ટા શિલ્પી હતો. ઉ૧૧. પ્રેમના ટેભા વનગરના મહારાજા એક સંતનાં દર્શને ગયા. સંત પાસે એ બેઠા હતા. હા ત્યારે ઓચિંતી એની નજર સંતના અંગરખા પર ગઈ. ભારે કસબથી એ સીવેલું હતું. એના બખિયા ને ટેભા ભારે કલામય હતા. એને સીવનારો દરજી પણ પાસે જ બેઠો હતો. રાજાએ બહાર નીકળતાં દરજીને પૂછ્યું : “આ અંગરખું તમે સીવ્યું કે ?” દરજીએ હા કહી. રાજા કહે, “મને પણ આવું જ સીવી આપો. તમે માંગશો એટલી મજૂરી મળશે: પણ યાદ રાખજો, ટેભા તો આવા જ જોઈએ.' દરજીએ કહ્યું : “અન્નદાતા ! આપને માટે કામ કરું અને એમાં ખામી હોય ! અઠવાડિયા પછી ઘણી જ ખંતથી તૈયાર કરેલું સુંદર ટેભાવાળું અંગરખું દરજીએ હાજર કર્યું. રાજાએ જોયું. એ ખુશ થયા. એની કલા પર મુગ્ધ થયા. પણ સંતના અંગરખા જેવા વ્યવસ્થિત ને એકધારા ટેભા એમાં ન હતા. રાજાએ કહ્યું : “કામ સારું છે. તમે તમારી કલા બતાવી છે, પણ આ ટેભા પેલા સંતના અંગરખા જેવા તો નથી જ.” દરજીએ કહ્યું : “અન્નદાતા ! મેં હાથથી, આંખથી, મારી આવડતથી થાય એટલું કામ કર્યું છે. પણ પેલા અંગરખામાં તો આ બધાની સાથે મારો હૃદયનો પ્રેમ પણ કામ કરતો હતો. એટલે હું શું કરું ? પ્રેમના ટેભા ફરીફરી ક્યાંથી લાવું ?' ૩૧૬ * મધુસંચય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy