SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્ણ છોડ પર ખીલેલા ફૂલ પર નજર ઝુકાવી. “ગુરુદેવ ! ફૂલનાં જીવન ટૂંકા જ હોય છે ને ! પણ થોડા જ સમયમાં એ કેટલી સુવાસ, કેટલો રંગપરાગ અને કેટલું સુકુમાર સૌન્દર્ય પાથરી જાય છે ! ઘણાખરા માણસો હેતુ વિના જ મરે છે. હું તો ધર્મપ્રચાર અને કરુણાનો પ્રકાશ ફેલાવતાં અમૃત પામીશ.” ઉ૧૩. પ્રેમનું માપ આંતરિક આનંદતૃતિનું માપ મદમાતી ભરવાડણ દૂધનું બોઘરણું ભરું રોજ શહેરમાં વેચવા જતી. માર્ગમાં એના પ્રિયતમનું ખેતર આવતું. ત્યાં ઘેઘૂર વડલા નીચે બેસી બે ઘડી બંને પ્રેમગોષ્ઠિ કરતાં. જતાં જતાં એ પેલાનો લોટો દૂધથી છલકાવતી જતી. બાકીના દૂધને વેચી એ પાછી વળતી. આજ પાછા વળતાં એની સખી મળી. એણે પૂછ્યું: “કેટલાનું દૂધ વેચ્યું ?” “સાત રૂપિયાનું.” અને તારા પરણ્યાને કેટલું પાયું ?” એણે મલકાઈને ઉત્તર વાળ્યો : “એ તે કાંઈ માપવાનું હોય ? પ્રેમમાં પૈસાની ગણતરી શી ?” આ વાત એક સંતે સાંભળી અને બોલ્યા : “તો પછી પ્રભના પ્રેમને તો પૈસાથી કે પારાથી મપાય જ કેમ ?” પ્રેમ હૈયાને ધોઈ નિર્મળ કરે છે. પૈસો કેટલીક વાર અહંને દાનનાં કપડાં પહેરાવી ફેરવે છે. ૧૧૪. દર્શન કે પ્રદર્શન ? ક ફકીર બાદશાહનો મહેમાન થયો. એણે લાંબી નમાજ પઢી બાદશાહને આશ્ચર્યચકિત કરી દીધો. બાદશાહે પોતાની બાજુમાં બેસાડીને એને સન્માનપૂર્વક જમાડ્યો. બાદશાહનો ખોરાક કેટલો ! એટલે ફકીરે પણ ઓછું ખાધું. બાદશાહને ફકીર સંયમી લાગ્યો. બાદશાહનો સત્કાર મેળવી એ ઘેર આવ્યો અને કહે : “ખાવાનું લાવ. લાંબી નમાજમાં ઊઠ-બેસ ખૂબ કરવી પડી છે. ભૂખ કકડીને લાગી છે.” “તમે તો બાદશાહના મહેમાન હતા ને ?” પત્નીએ પૂછ્યું. ૩૨૦ * મધુસંચય For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy