SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ અને ચેનચાળા કર્યે મોતી નહિ લાધે. મોતીને પામવા અતળ ઊંડાણમાં ડૂબકી મારવી પડશે, અનંત વારિને વીંધવાં પડશે તો જ તે અમૂલ્ય મોતી તને લાધશે. અત્યારે તારી પાસે શક્તિ છે, શૌર્ય છે ને સામર્થ્ય પણ છે; શક્તિ ક્ષીણ થતાં તું પ્રયત્ન કરીશ તોયે કાંઈ નહિ પામી શકે. સામર્થ્યહીનનાં સ્વપ્નો કદી ફળતાં જ નથી. તારી પાસે સામર્થ્ય છે એટલે જ તો હું તને વોનવું છું. આ પળ આવી પળ ફરી નહિ આવે. આજનું યૌવનપુષ્પ કાલે કરમાઈ જશે. આજનું ઊછળતું યૌવન આવતી કાલે સ્વપ્ન બની જશે. માટે મારા યુવાન મિત્ર ! આજ ના, અત્યારે જ ઊભો થા ! જીવનના કોઈ ઉદાત્ત હેતુ માટેના આ કાર્યમાં અવિરત લાગી જા ! વિલાસ એ કાર્ય નથી, પણ વિકૃતિ છે; વૈભવ એ સુખ નથી, વાસના છે. સંયમનું સામર્થ્ય જ ઉન્નતિનું શિખર છે. - - જીવન તો સર્વદા કાર્ય માગે છે એવું કાર્ય કે જેમાંથી સમાજનો ઉદ્ધાર થાય અને અમર બની જવાય. આવાં કાર્યો માટે, હે યુવાન ! તારા કરતાં કોણ વધારે અધિકારી છે ? આવાં ઉત્સાહભર્યાં કાર્ય માટે તારાથી વધુ ઉત્સાહ કોની પાસે છે ? અને તારાથી વધારે સામર્થ્ય પણ કોની પાસે છે ? વૃદ્ધ પાસે અનુભવ છે, પણ ઉત્સાહ નથી; મન છે, પણ મર્દાનગી નથી; ભાવના છે, પણ ભવ્યતા નથી. તારી પાસે તો ઉત્સાહ છે, મર્દાનગી તેમ ભવ્યતા પણ છે. ભૂતકાળના જીવન પાસેથી તું અનુભવ લઈ ઉત્સાહી બન, મન લઈ મર્દ બન અને ભાવના લઈ ભવ્ય બન ! Jain Education International - આજનો દિવસ, મારા મિત્ર, તારો દિવસ છે. આવતી કાલ એ તારી નથી. ‘આજ' જ તારી છે. આવતી કાલનું પ્રભાત કેવું ઊગશે તે તું જાણતો નથી. એ સુવર્ણ પ્રભાતને જોવા તું જીવતો હોઈશ કે નહિ એનો વિશ્વાસ નથી. પણ ‘આજ' તો તારા હાથમાં જ છે. એ આજનો તું ઉપયોગ કર ! પણ તું તો વિલાસનાં નૃત્ય જોવામાં મગ્ન બન્યો છે, વિલાસ તને વહાલો લાગે છે, પણ જીવનનો મર્મ આ બે ઘડીના વિલાસની ક્ષુદ્રતામાં નથી; જીવનનો મર્મ સંયમના ગૌરવમાં છે. તું ક્ષુદ્ર હાસ્યમાં અને સુંવાળી વાતોમાં તારી ભવ્યતાને ન ગુમાવ ! યૌવનના ચાહક ! યૌવનને દિપાવ. કવિઓ પણ તારા યૌનનાં કાવ્યો ગૂંથે એવું તારા યૌવનને ભવ્ય બનાવ ! કેવું તારું સૌભાગ્ય છે ! તને એવું યૌવન મળ્યું છે, જેને પામવા વૃદ્ધો પોતાની સઘળી સંપત્તિ અર્પવા તૈયાર છે; પણ તેમને તે ક્યાંથી મળે ! એ તો ગયું; હજારો પ્રયત્ને પણ હવે તેમના હાથમાં એ ન આવે. જ્યારે તારા હાથમાં તો એ મોજૂદ છે. તું એને તારા અકાર્યથી નષ્ટ કાં કરે ? માટે હે મિત્ર ! ૧૪૨ ઃ મધુસંચય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy