SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ છતાં તમારું દિલ ગરીબ છે; પણ જો બીજાને સુખી જોઈ, તમે ખુશી થતા હો તો તમે સ્થિતિએ ગરીબ હોવા છતાં તમારું દિલ શ્રીમંત છે. ૪. ચિંતનની કવિતા વાસનાની વાણીમાંથી જન્મેલી કવિતા, સર્જન પહેલાં જ મૃત્યુ પામે છે; ક્ષણિક આવેશમાંથી ઉદ્ભવેલી કવિતા જન્મીને મૃત્યુ પામે છે; સંયમભર્યા દીર્ઘ ચિંતનમાંથી પ્રભવેલી કવિતા જ ચિરંતર રહે છે. ܀ ૫. સાચો વિજય સમરાંગણનો વિજયી એ સાચો વિજેતા નથી, પણ ઇન્દ્રિયો ઉપર વિજય મેળવનાર જ સાચો વિજેતા છે. દુનિયાને જીતવી સાવ સહેલી છે. ઇન્દ્રિયોને જીતવી જ કઠિન છે. ૬. સેવક ને નેતા ઓછું બોલે ને વધારે કાર્ય કરે, તે સેવક; અને વધારે બોલે ને ઓછું કાર્ય કરે, તે નેતા. એનો અર્થ એ જ કે જેની જીભ નાની તેનું કામ મોટું અને જેની જીભ મોટી તેનું કામ નાનું. ૭. શાંતિનો પરિમલ અગરબત્તીનો સંયોગ અગ્નિ સાથે થાય તો જ એમાંથી સુવાસ ભરેલું વાતાવરણ સરજાય છે; વાણીનો સંયોગ પણ જો આમ વર્તન સાથે થાય તો જ એમાંથી શાન્તિનો પરિમલ પ્રગટે. Jain Education International ܀ ૪ * મધુસંચય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy