________________
આ દર્શન કરાવવા જ આચારાંગ સૂત્રમાં પ્રભુએ કહ્યું : એગ જાણે સો સવં જાણે; તું પહેલાં તને જાણ, તું તારી શુદ્ધ નિર્મળતાને જાણ. પારદર્શક
સ્ફટિક પણ જેની આગળ મલિન લાગે એવા હે શુદ્ધ ચેતન ! તું તને જાણ. તને તું જાણતાં બીજું જાણવાનું વગર જાયે જણાઈ જશે. સોનું શુદ્ધ રૂપે પ્રગટ થતાં શેષ મલિનતામાં જાણવાપણું પણ શું હોય ?
૪૭૬. શાન્તિની ચન્દ્રિકા , ન તો વિશ્વમાં હતું જ. એ જેમ માનવમાં હતું તેમ પશુ અને પંખીમાં
હતું. એના આધારે જ માણસ અને પશુ પોતાનું જીવન ધારણ અને પોષણ કરતાં આવ્યાં છે.
આહાર, નિદ્રા, ભય, મૈથુન અને સંગ્રહની વ્યવસ્થા પણ એ જ્ઞાનના આધારે જ કરાય છે; પણ માણસ પાસે સમ્યક જ્ઞાન ન હતું – દિવ્ય જ્ઞાન ન હતું, જે માનવને ઉપર ઉઠાવે. પ્રકૃતિનાં પ્રાકૃત તત્ત્વોનું પ્રમાર્જન કરી એને ઊર્ધ્વગામી કરે એવા દિવ્ય જ્ઞાન વિના માનવ લગભગ પશુની સમાન ભૂમિકા પર જીવી રહ્યો હતો. ત્યાં, રાત પછી સૂર્ય આવે તેમ, પ્રભુ મહાવીર આવ્યા; અને એમણે એ જ્ઞાન પર દિવ્યતાનો પ્રકાશ પાથર્યો. પાણીમાં સાકર અને લીંબુનો રસ મળતાં એ શરબત બની તૃષા છિપાવે તેમ, આ જ્ઞાનમાં દિવ્યતા મળતાં એ દિવ્યજ્ઞાન બની ગયું. એણે માનવ આત્માને જગાવ્યો. એ દિવ્ય જ્ઞાનના અંજનથી માનવ પોતાને અને પરને જોતો થયો. એને પોતાના ધ્યેયનું સ્મરણ થયું અને એ તરફ એ આગળ વધવા લાગ્યો. મુક્તિની એ વણજાર વર્ષો સુધી ચાલતી રહી. કાળબળે વચ્ચે વચ્ચે અંતરાયો આવ્યા, જડતાનું જોર વધ્યું, મિથ્યાત્વનો પ્રચાર વધ્યો અને પ્રલોભનોએ માનવને પાછો ભુલાવામાં નાખી દીધો. આજે માનવ ભૂલો પડ્યો છે. એ કંઈ સાંભળવા તૈયાર નથી. દિવ્ય જ્ઞાનને અવગણી સંપત્તિ અને સત્તાની પાછળ એ દોડી રહ્યો છે !
આ પંથભૂલેલા માનવને આ દિવ્ય જ્ઞાન નહિ મળે અને એ દોડે છે એ જ રીતે દોડશે તો સંસારમાં આજે પણ જે થોડી શાંતિ દેખાય છે તે વિલીન થશે અને માનવ માનવનો શત્રુ બની ઊભો રહેશે. આવા માનવને ફરી એ દિવ્ય જ્ઞાનનો પ્રકાશ મળે તો કેવું સારું !
ચાલો, આપણે એ દિવ્ય જ્ઞાન પ્રાપ્ત કરવા નમ્ર પ્રયત્ન કરીએ, જેથી યુદ્ધ અને કલહનાં વાદળો નીચે ઘેરાયેલી માનવજાતને શાંતિની ચન્દ્રિકા મળે !
ઊર્મિ અને ઉદધિ ૧૪પ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org