SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૭. પૂર્ણતાની ઝંખના ગ તિ અને પ્રગતિમાં ફેર છે : ગતિ વર્તુળમાં હોય છે, પ્રગતિ ચોક્કસ દિશા તરફ હોય છે. ઘાણીનો બળદ ગતિ કરે છે, માત્ર એ વર્તુળમાં જ ફરે છે. ક્યાંય પહોંચે નહિ પ્રગતિ ન કરે; જ્યારે પ્રગતિ કોઈ નિશ્ચિત દિશા પ્રતિનું પ્રયાણ સૂચવે છે. એ પ્રયાણમાં કોઈક લક્ષ્યબિન્દુનું સ્વપ્ન હોય છે. ચૈતન્યમાં આ પ્રગતિ છે, વિકાસ છે; અને તેથી જ ગઈકાલનું વૃક્ષબીજ આજે માનવ બન્યો છે અને આજનો માનવ આવતી કાલે પરમાત્મા બનવાનો છે - વૃક્ષબીજમાં ચૈતન્ય છે એવું જ માનવમાં પણ ચૈતન્ય જ છે; અને પૂર્ણ પરમાત્મા પણ એ જ ચૈતન્ય છે. પહેલું અણવિકસિત છે, બીજું અર્ધવિકસિત છે, ત્રીજું પૂર્ણવિકસિત છે. આ ત્રણે ભૂમિકામાં મૂળે તો ચૈતન્ય જ છે. પણ આ અવિકસિત ચેતના પૂર્ણવિકસિત કેમ બને છે એ પ્રશ્ન છે. કારણ કે ચૈતન્યના મૂળમાં પૂર્ણતાની ઝંખના પોઢી છે. આ ઝંખના જીવનને સતત વિકાસ તરફ દોરે છે. આ જ ઝંખના માણસને જીવમાત્રને આગળ વધવા વેગ આપે છે. અલબત્ત, ભૌતિક વસ્તુઓ એને ક્ષણભર ગમે છે, પણ એથી એને સંતોષ તો નથી જ. બીજાને ભલે એમ લાગતું હોય કે આ માણસ પોતામાં અને પોતાને મળેલાં સાધનોમાં તૃપ્ત છે, મગ્ન છે; પણ ના, એમ નથી, એનું હૃદય તો અતૃપ્ત જ છે. જે છે એનાથી એને કંઈક શ્રેષ્ઠ જોઈએ છે. ધન, વૈભવ, રૂપ, બળ, ઐશ્વર્ય ગમે તે આપો; એ એથી સુખી નથી, શાન્ત નથી, તૃપ્ત નથી. એ કહેશે : આથી કંઈક શ્રેષ્ઠ જોઈએ છે ! આ શ્રેષ્ઠ એટલે શું ? એનું નામ એ જાણતો નથી, કારણ કે એ અનામી છે. એનો આકાર પણ એ જાણતો નથી, કારણ કે એ આકારહીન-અરૂપી છે. બોલતાં નથી આવડતું એવું બાળક ભૂખ લાગતાં રહ્યા કરે છે. એને કાંઈક જોઈએ છે, પણ શું જોઈએ છે એ એ કહી શકતું નથી. આજે ચૈતન્ય પણ એ જ અવસ્થા ભોગવે છે. એને જે જોઈએ છે તેની નિશાની તે આપી શકતું નથી, કારણ કે તે અગમ છે અગોચર છે. પ્રત્યેક ભવ્ય આત્માની જીવનયાત્રા આ પૂર્ણતા તરફનું પ્રયાણ છે. એ પૂર્ણ છે અને વધારે પૂર્ણતાને પામવા ઝંખે છે. પ્રત્યેક જળબિન્દુ સપ્રમાણ પૂર્ણ છે. એવાં અનન્ત પૂર્ણ જળબિન્દુઓ Jain Education International --- ૧૪૬ * મધુસંચય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy