SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ગંગા સામાન્ય નારી ન હતી. જીવનના બધા જ રસથી સભર રસપૂર્ણ એ સરિતા હતી. એના જીવનપ્રવાહના તરંગે રંગમાં નેહરસ ઊછળી રહ્યો હતો. શાન્તનુનો મહેલ આજ સુધી માત્ર એક વિશાળ મકાન જ હતું, તે ગંગાના આગમન સાથે જીવનમંદિરમાં ફેરવાઈ ગયો. પ્રભાતના ઉષારંગ્યા રંગ ટાણે ભાવોનું સંગીત ગુંજતું હોય, બીજા પ્રહરમાં દૂર દૂર સુધી માદક સુગંધ પ્રસરાવતી ભોજનની વાનગીઓ પીરસાતી હોય, મધ્યાહ્ન વળી સૌરભ અને સૌન્દર્યથી મઘમઘતા ગ્રીખગૃહમાં આરામ અને આનંદની મહેફિલ હોય તો સંધ્યા ટાણે વળી ભક્તિભર્યા ગીતોનો ઉલ્લાસ ઊભરાતો હોય. શાન્તનુ પૃથ્વીમાં રહેવા છતાં સ્વર્ગની માદક હવામાં વિહરી રહ્યો હતો. નરનારીઓનો પ્રાણ જ્યારે હેતની હીરદોરથી ગૂંથાય છે ત્યારે કાળની ગતિ પણ જાણે તેઓને સ્થિર ભાસે છે. આનંદના રસગાગરમાં અનેક વર્ષો વીતી ગયાં. ઉન્માદભર્યા આવા દિવસો વીતતા હોય ત્યારે રસિયા-મનને ભાન પણ ક્યાંથી હોય કે સોનેરી સમય જઈ રહ્યો છે – ના ના, દોડી રહ્યો છે ! ચન્દ્રિકાઝરતી એક શીતળ રાત્રે ગંગા શયામાં પોઢી હતી અને એને એક સોણલું લાધ્યું : એક પરાક્રમી પ્રકાશઘડ્યો સિંહ એના મુખમાં પ્રવેશ કરી ગયો. આ સ્વપ્નથી ઝબકીને જાગેલી ગંગાએ પોતાના જીવન-અધિષ્ઠાતા શાન્તનું આગળ આનું વર્ણન કર્યું. ‘દેવી, તમારા તેજસ્વી સ્વપ્નનો અર્થ તો એ થાય છે કે સિંહ જેવા પરાક્રમી, ને સૂર્યના કિરણ જેવા પ્રકાશમય પુત્રની તમને પ્રાપ્તિ થશે.” સ્વપ્નના રહસ્યને પ્રગટ કરતાં શાંતનુએ કહ્યું. ગંગાના રોમેરોમમાં પ્રમોદભાવ પસર્યો, એ આ આનંદને જાણે જીરવી જ શકતી ન હતી. એણે સ્નેહભર્યું નમન કર્યું અને પોતાના આરામગૃહમાં ચાલી ગઈ. તે દિવસથી એની જીવનચર્યાને જાણે એક નવું રૂપ આવ્યું. ગર્ભમાં રહેલા બાળકના જીવન પર માતાના વિચાર, ઉચ્ચાર અને આચારની કેવી તીવ્ર અસર થાય છે. તે એ બરાબર જાણતી હતી. ૨૫૦ મધુસંચય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy