________________
હવે તે એક રસિક પત્ની ન હતી. એના જીવનઆકાશમાં માતૃત્વનો ઉદય થઈ રહ્યો હતો. મદનને બદલે વાત્સલ્યના રંગો ખીલી રહ્યા હતા. તોફાનને બદલે સર્જનની શાન્તિભરી સાધના આકાર લઈ રહી હતી.
એણે પોતાના ચિત્તનમાં આદર્શોને આરોપ્યા. વિલાસને સ્થાને વિવેક મૂક્યો. શેષ મહિનાઓમાં પોતાના જીવનસરોવરની આસપાસ સંયમની પાળ બાંધી અને મહાન સર્જનની ગૌરવપૂર્ણ સાધના આદરી !
વિલાસી શાન્તનુને આ ફેરફાર આકરો લાગ્યો. ગંગાના રૂપલાવણ્ય પાછળ અવિરત ભ્રમરની જેમ ભમતું એનું મન અકળાવા લાગ્યું.
બીજી બાજુ ગંગાની જીવનપદ્ધતિથી એ પૂર્ણ માહિતગાર હતો, એ જે પાળ બાંધશે તે અખંડ જ રહેવાની. એને ઓળંગવાનો પ્રયાસ એક ઉપહાસ જ સર્જે, તે એ જાણતો હતો. એના ચંચલ જીવને ક્યાંય શાન્તિ ન હતી. એ અસ્વસ્થ હતો.
એણે પોતાના જીવનને બીજી દિશામાં વાળ્યું. આ પ્રેમમગ્નતામાં આજ સુધી એ જે મૃગયાને ભૂલી ગયો હતો, તે એને સાંભરી આવી. મન મુક્ત થયું અને શિકાર ચાલુ થયો.
એક દિવસ એ શિકારથી પાછો ફર્યો અને સેવિકાએ વધામણાં આપ્યાં : દેવ ! ગંગાદેવીને પ્રતાપી પુત્રની પ્રાપ્તિ થઈ છે.'
આ આનંદદાયક સમાચાર આપનાર સેવિકાને શાન્તનુએ સુવર્ણથી સત્કારી અને પુત્રપ્રાપ્તિના ગૌરવભર્યા આલાદથી એ ડોલી રહ્યો.
હસ્તિનાપુરની પ્રજાએ રાજકુમારના જન્મનો ઉત્સવ કર્યો. ઘરે ઘરમાં આનંદની હેલી વર્ષ. રાજાનો આનંદ એ પ્રજાનો આનંદ બની ગયો.
ગંગાના આ પુત્રનું નામ ગાંગેય. ગાંગેય બીજની ચંદ્રકલાની જેમ પૂર્ણતા પામવા લાગ્યો.
શિકારની વાત લંબાતી લંબાતી ગંગા પાસે આવી. એને જરા દુ:ખ થયું. એણે પ્રાર્થના કરતાં કહ્યું, “મારા રાજ ! આપ તો આ વસુંધરાનો અલંકાર છો. આપનામાં એટલા બધા ગુણો છે કે આપની અર્ધાગના કહેવડાવવામાં હું ગૌરવ અનુભવું છું. ચન્દ્રના દર્શનની જેમ આપના દર્શનથી પ્રજા શાન્તિ અને સુખ અનુભવે છે.
પણ ચંદ્રમાં જેમ કલંક છે તેમ આપના જીવનમાં પણ શિકાર એક કલંક છે. મારા હૃદયનાથ ! મારી આ વિનંતિને સ્વીકારીને શિકારના આ કલંકને આપ ધોઈ ન શકો ?'
આપ તો નિર્બળના રક્ષક છ. હરણાં કેવાં નિર્બળ ને ભીરુ છે !
ભવનું ભાતું ૫૧ For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org