________________
છે તે સુખી થાય છે. પરિગ્રહમાં આ બંધન છે, ત્યાગમાં મુક્તિ છે.
આ રસહીન અને શુષ્ક હાડકું પકડનારને પણ આટલું લોહી આપવું પડ્યું, તો રસભર વસ્તુમાં આસક્ત રહેનારને તો કેટલું લોહી આપવું પડશે ? જેણે છોડયું તેને કોઈ છેડતું નથી.
જે પકડે છે, તેની પાછળ સૌ પડે છે.
ટૂઈલે૨ીસ મહેલના સ્નાનાગારની મરામત નેપોલિયને કરાવી. ખંડ તૈયાર થતાં મહેલના અધિકારીઓએ ફ્રાન્સના શ્રેષ્ઠ ચિત્રકારો પાસે ત્યાં સુંદર ચિત્રો દોરાવ્યાં. સ્નાનગૃહ પૂર્ણ થતાં નેપોલિયન સ્નાન કરવા ગયો ત્યાં એની નજ૨ દીવાલ પર રહેલાં સ્ત્રીનાં ચિત્રો પર પડી. એ સ્નાન કર્યા વિના જ પાછો વળ્યો અને અધિકારીઓને હુકમ કર્યો, ‘નારી-સન્માન જાળવો. સ્નાનગૃહ પાસે સ્ત્રીઓનાં ચિત્રો દોરી નારીનું અપમાન ન કરો. જે દેશમાં નારી આમ વિલાસનું સાધન ગણવામાં આવે છે તે દેશનો વિનાશ થાય છે.'
એ ચિત્રોને કઢાવ્યા પછી જ એ સ્નાનગૃહમાં ગયો.
૫૮૪. જ્વાળા અને જળ
ક્ષિ
તિમોહનબાબુનાં પત્ની અગ્નિની જ્વાળા જેવાં ક્રોધી હતાં, તો બાબુ શ૨૬ની પૂર્ણિમા જેવા શાંત હતા. એક દિવસ નમતી સાંજે, જમવાની વેળા વીતી ગયા પછી, બાબુ ઘેર આવ્યા. એમની પ્રતીક્ષા કરી, કંટાળી ગયેલી એમની પત્નીએ આંખ લાલ કરી કહ્યું :
‘તમને તો સેવાનું ઘેલું લાગ્યું છે. રસોઈ ટાઢી થઈ જાય છે ને જમવાની વેળા વીતી જાય છે, એનુંય તમને ભાન નથી. લો, આ ટાઢું છે તે જમી લો.' એમ કહી એણે ટાઢા ભાતની થાળી પીરસી.
બાબુએ લાક્ષણિક સ્મિત કરી, એ થાળી પત્નીના માથા ઉપર મૂકતાં કહ્યું, ‘કંઈ નહિ, ભાત ઠંડા હોય તોયે તારા માથામાં અગ્નિ ધખધખે છે, એટલે વાંધો નથી. તારા માથાની ગરમીથી આખું ઘર અને તારી આંખો ગરમ ગરમ થઈ ગઈ, તો આ ભાત ગરમ નહિ થાય ?'
આ કટાક્ષભર્યા વિનોદથી એમનાં પત્ની શરમથી હસી પડ્યાં. પોતાના પતિના આવા પ્રેમાળ, શાંત ને વાત્સલ્યભર્યા રમૂજી સ્વભાવ પર મુગ્ધ થઈ, જીવનભ૨ ક્રોધ ન કરવાની એ જ પણે એણે પ્રતિજ્ઞા લીધી.
ક્રોધને ક્ષમાથી જીતો ! વસમે રમે હારૂં |
Jain Education International
બિંદુમાં સિંધુ : ૨૭૫
For Private & Personal Use Only
www.jainelibrary.org