SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ હેતુ માટે ઘસી નાખીએ અને તેમાંથી માનવતાની જે સૌરભ પ્રસરે એ જ સાચું તપ. ૩૫૧. શક્તિ અને ભક્તિ માણસ તેનું નામ, જે પોતાના કર્તવ્યમાં પર્વતની જેમ અડોલ રહે અને બીજાની વેદનામાં ફૂલથી પણ કોમળ બને. રૂપર. કર્તવ્યની મીઠાશ સત્યો તમે જાગતાં કર્યા હોય કે ઊંઘમાં, જાણતાં કર્યા હોય કે અજાણતાં તે સફળ થવાનાં જ – ગોળ અંધારામાં ખાધો હોય તો ગળ્યો નથી લાગતો ? ૩૫૩. સંગનો રંગ ઝાકળનું બિન્દુ જ્યારે કમળની પાંદડી ઉપર બેઠું હોય છે ત્યારે એ મોતની ઉપમા પામે છે, પણ એ જ બિન્દુ તપેલા તવા પર પડતાં બળીને અલોપ થઈ જાય છે. આમ સજનના સંગથી માણસ પણ શ્રેષ્ઠ સ્થાન પામે છે પણ દુર્જનના સંગથી તો એનો વિનાશ જ થાય. ૩૫૪. સત્યનો સૂર્ય સત્ય એ સૂર્યના પ્રકાશ જેવું છે. એ એની મેળે જ પ્રકાશી ઊઠે છે. અને વિના કહ્યું જગત એનું દર્શન કરી લે છે. સૂર્યના આગમન ટાણે કાંઈ નગારાં વગાડવાં પડતાં નથી. સત્યમાં પણ આવી જ પ્રતિભા રહેલી છે. પ્રતિબિંબ * ૯૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy