________________
દુરુપયોગ કરી ગરીબોના શોષણમાં વધારો કરતા સત્તાધીશોના ગળાનો હાર બનવાનું દુર્ભાગ્ય મળ્યું એટલે આંખમાં આંસુ ધસી આવ્યાં !
૨૨૪. વિસંવાદ
ચિત્ર જોયું ત્યારે આશ્ચર્ય થયેલું : માણસ મોટો હતો અને મન
આ હતું; જીભ લાંબી હતી ને કામ નાનું હતું; એની પ્રતિષ્ઠા બહુ
હતી અને જીવન ક્ષુદ્ર હતું !
૨૨૫. પ્રેમ અને મોહ
સ
મષ્ટિગત જીવનના સુખની ભાવનામાંથી જન્મેલા પરમાર્થી સંબંધનું નામ પ્રેમ, વ્યક્તિગત જીવનના સુખની કલ્પનામાંથી પ્રગટેલા સ્વાર્થી સંબંધનું નામ મોહ. પ્રેમનાં ઉજ્જ્વળ કિરણો સામા માણસના બિડાઈ ગયેલા હૃદયકમળને પણ વિકસાવે છે, ત્યારે મોહનાં કિરણો માનવીના હૈયાને પણ સંકુચિત બનાવે છે, આથી જ પ્રેમને પ્રકાશ અને મોહને અંધકાર કહે છે.
૨૨૬. શક્તિહીનની આઝાદી
ક્તિહીન માનવને મળેલી ધાતુની ભસ્મ અને વાનરને પ્રાપ્ત થયેલી
૨ તલવાર જેમ તેના જ નુકસાનનું કારણ થાય છે, તેમ વીર્યહીન પ્રજાને
મળેલી આઝાદી પણ તેના પોતાના જ પતનનું કારણ થાય છે.
܀
તો બન્ને લોખંડનાં જ :
છે. તો બો
Jain Education International
܀
૨૨૭. કાતર અને સોય
કાતર પણ ગજવેલની અને સોય પણ
પણ કાતર એકના બે કરે છે; જ્યારે સોય બેનાં એક કરે છે. એટલે જ દરજી કાપનાર કાતરને પગ નીચે રાખે છે અને જોડનાર સોયને જાળવીને માથાની ટોપી ઉપર ગોઠવે છે.
૫૮ * મધુસંચય
For Private & Personal Use Only
www.jainelibrary.org