________________
૧૫૮. સિદ્ધોની દૃષ્ટિ ખા વિશ્વ પર સિદ્ધ આત્માઓની દૃષ્ટિ પડે છે, એટલે હું પણ એ
સિદ્ધોની પવિત્ર દૃષ્ટિમાં વિચરું છું. આ વાત જીવન સમક્ષ રાખી દરેક કર્તવ્ય કરાય તો હિંસા, અસત્ય, ચોરી, વ્યભિચાર અને સંગ્રહવૃત્તિ નિર્મૂળ થાય.
આશદ્વારા પાલક મા મિ. થી વાત ન માત્ર શો દર
૧૫૯. સુપાત્ર દાન છા જ્જન માણસને આપેલી સામાન્ય વસ્તુ પણ ઉત્તમ ફળને આપનારી થાય
છે, જેમ ગાયને આપેલું સાધારણ ઘાસ પણ ઉત્તમ દૂધને આપે છે તેમ.
૧૬૦. કાવ્યોત્પત્તિ
ચી કવિતા એ પ્રયત્નથી રચેલું માત્ર પદ્ય નથી; પણ કવિહૃદયની વેદના છે અને અસહાયતાના ઘર્ષણમાંથી જન્મેલા દિલનો એક પવિત્ર ભાવપ્રવાહ છે !
૧૬૧. ગુપ્તતા
| મારાં ગુપ્ત પાપો કદાચ જગતથી છૂપાં રાખશો, પણ તમારા આરાધ્યદેવ આત્માથી છૂપાં તો નહિ જ રાખી શકો.
૧૬ર. હિમ્મત
, શુબળ વડે નિર્બળોને મારવા એ હિમ્મત નથી, પણ અંધ આવેશ - ભરેલી હિંસક વૃત્તિ છે. હિમ્મત તો આ બે વાતોમાં વસે છે : પોતે કરેલી ભૂલનો નિર્દોષ ભાવે એકરાર કરવામાં અને થયેલી ભૂલનું જે કાંઈ પરિણામ આવે તે મર્દાનગીપૂર્વક સહન કરવામાં.
જીવનસૌરભ * ૪૩
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org