________________
લાગ્યા અને જનમજનમની તૃષા જાગી હોય તેમ સરિતા ભણી દોટ મૂકી.
જે જીભ આજ સુધી કહેતી હતી કે મારે કંઈ આસ્વાદ કરવો નથી તે જ જિદ્દા આજે મત્ત બનીને જલપાનની મહેફિલ માણી રહી છે !
રે, રે ! મારી આંખને તે આ શું થયું ! કંઈ પણ જોવાની ના પાડનારી આ આંખ, આ સરિતાનાં નીર જોઈ આજે કેમ વિહવળ બની ગઈ છે ! યુગયુગનાં દર્શનની પ્યાસ જાણે ચિરનિદ્રામાંથી આળસ મરડીને જાગી ઊઠી ન હોય !
ઘાણનું તો કહેવું હતું કે સુરભિ જેવું આ જગતમાં કંઈ રહ્યું જ નથી; એ જ ઘાણને સરિતાના નીરની સુરભિ નંદનવનની કુસુમ-સુરભિથી પણ અદ્ભુત લાગે છે !
કાન કહેતા હતા કે ઘણું સાંભળ્યું, હવે સાંભળવાનું શું બાકી રહ્યું છે ? પણ અત્યારે એ જ કાન કેવા સમાધિસ્થ બની ગયા છે ! સરિતામાં ઊછળતી એકેએક તરંગસૂરાવલિને આત્મનાદ સાંભળે તેમ સાંભળી રહ્યા છે !
આ વૃદ્ધ ને અનુભવી કાયાને તે મારે શું કહેવું ? પરલોકમાં પ્રયાણ કરવા શય્યા પર શયન કર્યું છે, પણ આ સરિતાના સંગ પછી તો એ કોઈ નવયૌવના યુવતીની છટાથી આ મહાસરિતામાં જલક્રીડા કરવા ઊતરી પડી છે, એના અંગેઅંગમાંથી જાણે આનંદની છોળો ઊછળી રહી છે !
માનતો હતો કે મારું મન તો હવે વૃદ્ધ થયું છે. એને કોઈ સ્પ્રહા નથી; પણ આજની વાત કહેતાં તો હું લાજી મરું છું. આજ સવારથી હું એને ટૂંઠું છું, પણ એ ક્યાંય દેખાતું નથી. સરિતાના કયા ભાગમાં નિમગ્ન બન્યું હશે એ !
રે, રે ! કોઈ તો બતાવો. આજ તો હું મારું સર્વસ્વ આ સરિતાને કિનારે ખોઈ બેઠો છું : ઇંદ્રિયો અને મન – સૌ આ સરિતાને જોતાં પાગલ બની ગયાં છે !
શૂન્યમનસ્ક એવા મેં પૂછ્યું : “રે, કોઈ તો બતાવો : આ સરિતાનું નામ શું છે ?'
ત્યાં તો ભગવાન મહાવીરનો નાદ સંભળાયો : “આ સરિતાનું નામ છે તૃષ્ણા !'
૧૪૦ મધુસંચય For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org