SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ હા એ પોતાના વાછરડાને કંઈક પાવા જઈ રહી છે. એનાં આંચળ દૂધના ભા૨થી નમેલાં અને પુષ્ટ છે. આ તાજું દૂધ એ પોતાના ભૂખ્યા-તરસ્યા વાછરડાને પાશે. વાત્સલ્ય અને અર્પણનું તેજ એનાં નયનમાં છે, સત્ત્વદાનનો ઉત્સાહ એના તનમાં છે. પ્રભો ! આવું તેજ અને આવો ઉત્સાહ મારામાં ન આવે ? પ્રાણીમાત્ર પ્રતિ આવો માતૃભાવ તું મારામાં ન જગાડે ? હુંય મા બની મારી આ સંચિત જ્ઞાનસુધા જગતને પાઉં એવું ન બને ? આ અમીપાન કરાવવા વિશ્વનાં ગામેગામ, શેરીએ શેરીએ અને ઘરેઘર ઉત્સાહ અને ઉલ્લાસભેર ફરી વળું તો કેવું સારું ! ગૌમાતાની આ ગતિનાં દર્શનથી ચિત્ત વાત્સલ્યથી ભરાઈ ગયું છે. આજ તો તન અને મનના અણુએ અણુમાં આ વાત્સલ્યની મધુરતા છવાઈ છે. ܀ ૪૫૩. સંધ્યાનું હાસ્ય શું હસમુખા માણસો બધા જ સુખી હોય છે ? ના, ના. આ વાત સર્વત્ર સત્ય નથી. એવાં હૃદયો પણ અહીં છે, જે હસે છે, ખૂબ હસે છે, કારણ કે એમનાં એકાન્તનાં રુદન હવે ખૂટી ગયાં છે, આંસુઓ સુકાઈ ગયાં છે, વેદના થીજીને પથ્થર બની છે, નિશ્વાસ થંભી ગયા છે. પોતાની વ્યથાને બહાર કાઢવા હવે એમની પાસે હાસ્ય સિવાય કાંઈ જ રહ્યું નથી. હારીને મરવું હોય તો મૌન અને ગંભીરતા છે; પણ ના, હારવુંય નથી, મરવુંય નથી, જીવવું છે વિધિની કઠોરતા સામે પૂરેપૂરું જીવવું છે, દુ:ખના દાવાનળ વચ્ચે પણ કર્મ ખપાવવા જીવવું છે. તો હવે એક જ પણ ચોક્કસ રીતે માની લે કે કેવું મીઠું હસે છે ! માર્ગ છે આ Jain Education International : હસવું = એટલું હસવું કે એને જોનાર કેટલો સુખી છે ! વાહ, કેવો આનંદી ! આથમવાની પળે સંધ્યા રંગનો કેવો સિંગાર સજે છે ! એના હૈયાાં શોકનો અંધકાર છે, પોતાના પ્રિયજન સૂર્યને ગુમાવ્યાનો ગહન શોક છે, છતાં આખી સૃષ્ટિને એ રંગના કેવા હાસ્યથી ભરી દે છે ! લોકો કહે છે : ‘શી સુંદર સંધ્યા ખીલી છે !' પણ કોને ખબર છે એના હૃદયમાં શું છે ? એવું જ કંઈક આ હાસ્યના ધ્વનિ પાછળથી મને સંભળાય છે. ઊર્મિ અને ઉદધિ ૧૨૯ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy