________________
આંખોમાં ક્ષત્રિતેજ ચમકી રહ્યું હતું. એના બિડાયેલા ઓષ્ઠ પર તીરની તીક્ષ્ણતા હતી.
- આ કમારના દર્શનથી શાન્તનુના હૈયામાં વાત્સલ્યની ભરતી આવી, પણ એના તોછડાઈ ભરેલા પ્રતિકારથી એનો ગર્વ છંછેડાઈ ગયો. ગૌરવભર્યા ગંભીર સ્વરે એણે ઉત્તર વાળ્યો : “મુક્ત રીતે શિકાર રમતા મને અટકાવનાર તું છે કોણ ? હું કોણ છું તે તું જાણે છે, યુવાન ?”
દિલને લાગી જાય એવો ઘા કુમારે કર્યો : “દેખાવ ઉપરથી તો આપ કોઈ ક્ષત્રિયવીર રાજેન્દ્ર લાગો છો, પણ આચરણ પરથી તો તમે દૂર શિકારી જણાઓ છો. તમારા બાહુમાં તો રક્ષકનું બળ નાચી રહ્યું છે, પણ તમે ભક્ષક બની તેનો દુરુપયોગ કરી રહ્યા છો. નિર્દોષ, નિરપરાધી, આનંદકીડા કરતાં આ મૃગયુગલોને જોઈ તમારા હૃદયમાં કરુણા નથી પ્રગટતી એ જ બતાવે છે કે તમારું હૈયું કેટલું કઠોર છે.”
“ઉપદેશ દેવો રહેવા દે. મેં તારા કરતાં વધારે વર્ષ વીતાવ્યાં છે. પણ નાદાન ! તું છે કોણ એ તો કહે ? તને ખબર નથી કે તે કોને પડકાર કર્યો છે ? તું અત્યારે કાળના મુખમાં છે એ તને ખબર છે ? ક્રોધથી ધગધગતા શાન્તનુએ ગર્જના કરી અને એના જંગલમાં પડઘા પડ્યા.
હું કોણ છું એનો ઉત્તર તો મારું બાણ આપશે. ક્ષત્રિયો કદી આપવડાઈ કરતા નથી. અને કાળના મુખમાં કોણ છે તે તો આયુધ ચાલશે એટલે જણાશે. પણ આયુધ ચલાવતાં પહેલાં વિનવું છું કે તમે ખેંચેલી ધનુષની પણછ શિથિલ કરો અને શિકારનો શોખ હોય તો તો બીજે ક્યાંય જાઓ. અઠ્ઠાવીસ ગાઉના વિસ્તારવાળા આ શારંગવનનાં પ્રાણીઓને તો મેં અભયવચન આપ્યું છે. અહીં નાચતાં કૂદતાં હરણાં મારાં બંધ છે. મારો દેહ ઢળ્યા પછી જ એમનું કોઈ નામ લઈ શકે.
“અભિમાન માટે નહિ પણ તમને ચેતવવા માટે કહું છું કે તમારા જેવા ઘણા ધનુર્ધારીઓ અને શિકારીઓનું મિથ્યાભિયાન આ ધનુષ્ય ગાળ્યું છે.” એમ કહી એણે ધનુષ્યટંકાર કર્યો
રાજા આ અપમાન ન સહી શક્યો. તિરસ્કાર કરતાં એણે કહ્યું : “ત્યારે હુંયે જોઉં છું. શિકાર કરતાં તું મને કેમ અટકાવી શકે છે !' ધનુષ્યની પણછ ખેંચી એણે બાણ એક મૃગ પ્રતિ તાક્યું. પણ એટલામાં તો ગાંગેયના ધનુષ્યમાંથી બાણ છૂટ્ય અને શાન્તનુના રથનો ધ્વજ લઈ નીચે પડ્યું.
રાજચિહ્નનું આ અપમાન ! શાન્તનું વિચાર કરતો હતો ત્યાં તો બીજું તીર આવ્યું. એનો ઝપાટો એવો હતો કે માત્ર એના વેગથી જ રથનો સારથિ ઊછળીને નીચે પડ્યો.
૨૫૬ છેક મધુસંચય For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org