________________
સમય તો ક્ષણે ક્ષણે બદલાઈ રહ્યો છે. ત્યારે કાલની તો વાત જ શું કરવી ? આજને સમજથી વીતાવીએ તો કાલ સરસ થશે જ.
બીજ સારું હશે તો ફળ સારાં આવશે જ.
૪૨૯. સત્યનો મહિમા
સત્યને પ્રકાશ અને અસત્યને અંધકાર એટલા જ માટે કહેવામાં આવે છે કે સત્યવાદી પ્રમાદથીય અસત્ય બોલી જાય તો પણ લોકો એને સત્ય માને; જ્યારે અસત્યવાદી કોઈ પ્રસંગે મહાન સત્ય ઉચ્ચારી જાય તોય લોકો એને અસત્ય જ ગણે.
૪૩૦. દીન નહિ
ઓ મારા ભાગ્ય ! મેં વળી તને ક્યારે કહ્યું હતું કે તું મને પૈસાદાર બનાવ ? હું તો તને આજ પણ કહું છું કે બધું લઈ લે. મારું કહેવું તો એટલું જ છે કે મને માનવતાવિહોણો અને દીન બનાવીશ નહિ.
આત્મશ્રદ્ધાની મસ્તીમાં જીવવાનું આનન્દ-ધન લૂટીશ નહિ.
૪૩૧. હાનિ કોને ?
સુંદર વસ્તુઓને વિકારી દૃષ્ટીથી નિરખનારા ઓ માનવી ! તારા વિકારી નિરીક્ષણથી સુંદર વસ્તુઓ અસુંદર નહિ થાય; પણ તારાં નયનો અને તારું માનસ તો જરૂર અસુંદર થશે ! હાનિ સુંદરતા કરતાં, તને પોતાને વિશેષ છે, એનો શાંત ચિત્તે એક ક્ષણ તો વિચાર કર.
મલિન થયેલી દૃષ્ટિ જીવનસૌંદર્યને કેમ જોઈ શકશે ?
૪૩૨. સત્ય
સોનું કોને નથી ગમતું ? સૌ એને ચાહે છે પણ અગ્નિમાં તપેલી સોનાની લાલચોળ લગડીને હાથમાં ઝાલવા કોઈ જ તૈયાર નથી, તેમ સત્ય
Jain Education International
હંસનો ચારો ૧૧૭
For Private & Personal Use Only
www.jainelibrary.org