________________
સંયમથી કરુણાનાં વૃક્ષો અને ભાવોર્મિની વેલડીઓ જો સુકાઈ જતી હોય તો માનજો કે એ સંયમ નથી, પણ સંયમનાં આકર્ષક વસ્ત્રોમાં સજ્જ બનેલી જડતા છે.
જ્યાં સંયમના નામે જડતાની પૂજા થાય ત્યાં દંભના દેખાવ અને કુસંપના ભડકા થાય તેમાં નવાઈ શું ?
૪૨૬. વાદળી
વર્ષાની એક માઝમ રાતે વસતી વાદળીને મેં પૂછ્યું : ‘કાં અલી ! આટલી ગર્જના કેમ કરે છે ? કાંઈક ધીરી ધીરી વરસને !’
વસતી વાદળીએ મુક્ત હાસ્યમાં સંકેત કર્યો : ‘અમને પીવા છતાં તારામાં અમારો ગુણ ન આવ્યો એટલે ભલા માનવી ! મારે તને ચેતવવો પડ્યો. અમે સગરનાં ખારાં પાણી પીને પણ ચોમાસામાં મીઠી જળધારાઓ વરસાવીએ છીએ, ત્યારે તું અમારાં મીઠાં જળ પીનેય કડવી વાણીનાં પાણી ટપકાવે છે, એટલે કહેવા આવી છું કે કડવા ઘૂંટડાને હૈયામાં ઉતારી, અમૃતના ઓડકાર મોંમાંથી કાઢ ને !'
૪૨૭. માનવજીવન એક યાત્રા
જીવન એક યાત્રા છે.
આ પ્રવાસમાં વિશ્વના જીવો સાથે મૈત્રીભાવ, ગુણવાનો પ્રત્યે પ્રમોદભાવ, દુ:ખી જીવો પ્રત્યે કરુણાભાવ અને માર્ગ ભૂલેલા માનવ પ્રત્યે માધ્યસ્થભાવ કેળવી આત્મા મહાત્મા બને છે અને આત્મજ્ઞાનના ધ્યાનમાં એ જ મહાત્મા પરમાત્મા બને છે.
આ યાત્રા પરમાત્મ પ્રતિની છે.
૪૨૮. ક્ષણ ક્ષણ બદલાઈ રહી છે
ભવિષ્યમાં આવનાર દુ:ખની ચિંતા કરી આજના દિવસે દુ:ખી થવું એ તો ન લીધેલ રકમ પર ચક્રવૃદ્ધિ વ્યાજ ભરવા જેવી વાત થઈ.
Jain Education International
૧૧૬ * મધુસંચય
For Private & Personal Use Only
www.jainelibrary.org