SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International વન એ એક મહાકાવ્ય છે. એનું આલેખન અદશ્ય અને ગાન મૌન છે. આપણે એને વાંચી તો નથી શકતા પણ એના સંગીતને સાંભળીય નથી શકતા, કારણ કે આપણું કરુણાનું ઝરણું સુકાઈ ગયું છે. શાન્તિ અને આનંદ જરૂર મળે – જો સહૃદયતાભરી દૃષ્ટિથી વિશ્વના જીવોના જીવનનું વાંચન થાય ! ૪૧૬. કાવ્ય ૪૧૭. અંદર અને બહાર મન હળવું, સરળ અને વિકસિત હોય ત્યારે બહાર નર્કની યાતના દેખાતી હોય તો પણ અન્તરમાં સચ્ચાઈના સુખનો આનંદ ઊભરાતો હોય છે, પણ જ્યારે મન ભારે, દંભી અને સંકુચિત હોય છે, ત્યારે તો બહાર સ્વર્ગનો વૈભવ દેખાવા છતાં હૈયાને છૂપી છૂપી નર્કની યાતના પીડતી હોય છે ! હંસનો ચારો ૧૧૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy