SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯. જીવનની સુધારણા જાતને સુધારવા માટે ઘણું સહન કરવું પડશે. અંતરમાં ડૂબકી મા૨વી પડશે. સુંવાળી વૃત્તિઓને ખસેડવી પડશે. પળેપળ સાવધાન રહેવું પડશે, પ્રલોભનો આવશે તેને ફગાવી દેવાં પડશે. ܀ ૪૦. ઊનાં આંસુ આજે જે હસતાં હસતાં પાપો કરી રહ્યાં છે, એ પાપો પછી રોતાં પણ નહિ છૂટે. જે કૂવામાંથી માણસો એ તુચ્છ આનંદનું પાણી ઉલેચી રહ્યા છે, એ કૂવો તો અંતે ઊનાં આંસુઓથી ભરવો પડશે. ૪૧. મૈત્રીની એકતા દૂધ અને પાણીની મૈત્રી કેવી ભવ્ય છે ! દૂધે પોતાનો ઉજ્વળ રંગ પાણીને આપ્યો અને પાણીએ જાતને દૂધમાં વિલોપન કરી. બન્ને એક બની ગયાં. આમ મૈત્રીભાવ એટલે જ એકતા. ૪૨. કર્તવ્યનો દીવડો આજે શબ્દો સોંઘા બન્યા છે, કર્તવ્ય મોંઘું બન્યું છે. પણ યાદ રાખજો કે કર્તવ્યનો દીવડો પ્રગટશે તો જ પ્રકાશ મળશે. કર્તવ્ય વગરનાં ભાષણોથી તો, છે એના કરતાંય અંધારું વધશે. ૪૩. આચરણ પંડિત વાતોડિયો ન હોય, પણ આચરણ કરનારો હોય. મીઠાઈઓની યાદી ગણાવવા કરતાં એકાદ સૂકો રોટલો પણ પીરસે તે સાચો પંડિત. એ વાણીવિલાસમાં નથી માનતો, પણ આચરણમાં માને છે. Jain Education International ܀ મધુસંચય * ૧૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy