SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯. વાણીનો જાદુ માણસની વાણીમાં કેવો જાદુ ભરેલો છે ! એ અમૃતને ઝેર અને ઝેરને અમૃત બનાવી શકે છે; એ આનંદમાં શોકની હવા અને શોકમાં આનંદની હવા સર્જી શકે છે. માણસ આ જાદુઈ શક્તિ સમજી જાય તો સંસાર કેવો સુમધુર બની જાય ! ૨૦. વિવેકનું મૂલ્ય ઝાકળના બિંદુનું રૂપ તો કાંઈ નથી, પણ જ્યારે એ કમળના પાંદડા ઉપર પડ્યું હોય છે ત્યારે એનું રૂપ સાચા મોતી કરતાં અધિક લાગે છે. વિવેક વાપરવાથી એના મૂલ્યની રમ્યતા સર્જાય છે. આમ, વાણી અને વર્તનનું મૂલ્ય અનેકગણું વધી જાય છે. ૨૧. દૃષ્ટિ તેવી સૃષ્ટિ માણસની જેવી દૃષ્ટિ હોય છે, તેને તેવી જ સૃષ્ટિ દેખાય છે. કાળાં ચશ્માં પહેરનારને ચંદ્ર પણ શ્યામ જ દેખાય. વિશ્વને એના સ્વરૂપને જાણવા માટે માનવીમાં નિર્મળ દૃષ્ટિ જોઈએ. ܀ ૨૨. વૃક્ષની સજ્જનતા વૃક્ષમાં કેવી સજ્જનતા છે ! એને કુહાડાથી કાપનારને એ છાયા આપે છે, ઘા કરનારને એ ફળ આપે છે, અપકારી ઉપર એ ઉપકાર કરે છે, ત્યારે માનવી શું વૃક્ષથીયે બેદ ? માનવીમાં આવો કોઈ ઉપકારધર્મ નહિ ? ૨૩. અલ્પમાંથી અલ્પ અલ્પમાંથી પણ અલ્પ આપજે’’ આ પ્રભુ મહાવીરનો દાનઘોષ રોજ શ્રવણ કરનાર મારા ઘ૨માં કોઈ વ્યક્તિ આવે ને ખાલી જાય ? ના, ના, એ કદી ન બને ? એથી તો ધર્મી ને ધર્મ બન્ને લાજે. Jain Education International - મધુસંચય * ૭ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy