SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ પાર્ટીની શરૂઆત થઈ પણ શો તો શાન્ત બેસી રહ્યા. કોઈ પણ વસ્તુને એમણે સ્પર્શ પણ ન કર્યો. એક સજ્જને કહ્યું : “આપ કેમ કાંઈ લેતા નથી ? આપના માનમાં તો પાર્ટી છે. આપ ન લો તો શરૂઆત કેમ થાય... શોએ સાંભળનારના હૈયામાં કોરાઈ જાય એવો અને કદી ન ભુલાય તેવો સાવ ટૂંકો ઉત્તર વાળ્યો : ‘હું માણસ છું મરેલાં જીવોને દાટવા માટેનું કબ્રસ્તાન નથી !' — ૫૯૭. હિંસા પર વિજય નાળાનો દિવસ છે. જેઠ મહિનાનો તડકો ધરતીને સળગાવી રહ્યો છે. કાંટા ઉ એની આંખોમાં અમૃત છે, મુખ પર ચન્દ્રની સૌમ્યતા છે, હોઠ પર ઉષાનું નિર્મળ સ્મિત છે, શરીર પર સંયમની છાયા છે. ܝܕܙ સામેથી એક ગોવાળ ચાલ્યો આવે છે. એ પૂછે છે, ‘સંત ! આમ ક્યાં ચાલ્યા ! આ તો ઉજ્જડ માર્ગ છે. આ માર્ગે તો ક્રૂર ૫શુ પણ જવાનો વિચાર ન કરે તો તમે ક્યાં ચાલ્યા ? અરે, ઊભા તો રહો. આ માર્ગમાં મહા ભયંકર ચંડકોશિયો સર્પ રહે છે, મહાકાળ જેવો નાગ ૨હે છે.' પણ આ મહામાનવ તો ચાલ્યા જ જાય છે. સૌ જોઈ રહે છે. કોઈ કહે : ‘આ તો ધૂની છે. પાગલ છે.' કોઈ કહે છે : ‘રે, બહેરો છે, કોઈનુંય સાંભળતો નથી !' થોડે દૂર એક ઊંચો રાફડો છે. એની આસપાસની ભૂમિ નિર્જન, નિરવ અને નિર્જીવ છે. જ્યાં ભયની ભયંકર હવા વ્યાપી છે, ત્યાં જ મહામાનવ ઊભા રહી જાય છે. માનવની ગંધ આવતાં રાફડામાંથી એક વિકરાળ નાગ તીરના વેગે બહાર ધસી આવે છે. નાગ વિચારે છે; કેવી આ માનવીની ધૃષ્ટતા છે ! મારા દ્વાર ઉપર આવીને ઊભો છે ! નાગ ક્રોધના આવેશમાં આ માનવના ચરણ ઉપર ડંખ મારે છે. સંસારને સળગાવી મૂકે એવું હળાહળ એ પોતાના ડંખમાંથી ઠાલવે છે. પછી એ દૂર ખસે છે. એને બીક છે કે હમણાં આ માણસ મારા પર ગબડશે ! Jain Education International પણ આ શું ? આ માનવીના અંગૂઠામાંથી તો દૂધની ઉજ્જ્વળ ધારા વહે છે ! આ તો નવી નવાઈની વાત. કોઈનાય શરીરમાંથી લોહીને બદલે દૂધ નીકળતું દીઠું ? પણ હા, સમજાયું. કુમારિકાના શરીરમાં દૂધ ક્યાં હોય છે ? ૨૯૪ * મધુસંચય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy