SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ થોડે દૂર નહિ ગયા હોય ત્યાં તો ચણાના પાકથી નમી પડતું એક લીલુંછમ ખેતર દેખાયું. ખેતરના શેઠે ઊભા રહી ખેડૂતે કહ્યું, “હવે તમારે જોઈએ તેટલા ચણા અહીંથી લેવા માંડો.' સૈનિકો ઊભા ખેતરમાં પડ્યા. જેમ ફાવે તેમ ખેંચવા લાગ્યા. જોતજોતામાં મોલનો ઢગલો થઈ ગયો. થોડી વાર પહેલાં હસું હસું થતી હરિયાળી ભૂમિ જોતજોતામાં સાવ ઉજ્જડ અને સપાટ બની ગઈ. વિદાય લેતાં અધિકારીએ પૂછ્યું : “દાદા ! એક વાત પૂછું ? પહેલાં અમે જે ખેતર જોયું હતું તે ઠીક હતું, અને નજીક પણ હતું, છતાં ત્યાંનો પાક તમે અમને ન લેવા દીધો, ને અહીં સુધી અમને ખેંચી લાવ્યા એમાં તમારો કંઈ સ્વાર્થ ?' કર્તવ્યભાવથી કરૂણ બનેલી આંખ ભૂમિ પર ઢાળતાં ખેડૂતે કહ્યું : સ્વાર્થ ! સ્વાર્થ તો ખરો જ ને ! આ લોકનો નહિ તો પરલોકનો. દેહનો નહિ તો આત્માનો. પણ સ્વાર્થ વિના કોઈ પણ, કાંઈ પણ કરી શકે ખરો ? પહેલાં જે ખેતર તમે જોયું તે મારું નહોતું, મારા પાડોશીનું હતું, આ ખેતર મારું છે.' અધિકારી આશ્ચર્યમાં ડૂબી ગયો. એણે કહ્યું : “શું આ તમારું ખેતર છે ? અને તમે અમને અહીં દોરી લાવ્યા ?' હા.' ખેડૂતે કહ્યું, “તમે માલ મફતમાં લઈ જવાના હો, ત્યારે હું મારા પડોશીનું ખેતર કેમ બતાવી શકું ? સાથે રહીને પાડોશીને લૂંટાવવા કરતાં હું પોતે જ શા માટે ન લૂંટાઉં ? મૃત્યુ સમયે કંઈ નહિ તો પાડોશી ધર્મના પાલનની મારા મુખ ઉપર સંતોષની રેખા તો આવશે, અને થશે કે સ્વાર્થોધ બની મેં પાડોશીને દગો નથી દીધો. વિપત્તિમાં પણ મેં મારો પાડોશી ધર્મ સાચવ્યો, સર્વસ્વ લૂંટાઈ ગયું છતાં નીતિ સલામત રાખી.” જતાં જતાં અધિકારી વિચારવા લાગ્યો : “જે ભૂમિમાં એક ગરીબ ખેડૂત પણ આવો અર્પણ ધર્મ સમજે છે, એ ભૂમિ જીતી જિતાશે ખરી ?” ૫૯૬. કબ્રસ્તાન નથી નડ શોને નોબેલ પ્રાઇઝ મળ્યું ત્યારે એમના માનમાં એક પાર્ટી યોજાઈ. 'સારા ગૃહસ્થોને નિમંત્રણ અપાયાં. પાર્ટીના દિવસે આમંત્રિત સગૃહસ્થોથી હોલ ભરાઈ ગયો. પાર્ટી આપનારાઓને એ ખબર ન હતી કે, બર્નાડ શો માનવતાના ઉપાસક એવા શાકાહારી છે. બિંદુમાં સિંધુ ૨૯૩ For Private & Personal Use Only Jain Education International WWW.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy