SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨. હાથીની મસ્તી આ ચાર આવે છે ? હાથી પોતાની ગતિ અને રીતિમાં ચાલ્યો જાય છે. એની ઊંચાઈ જોઈ કૂતરાં ભસે જ જાય છે. હાથી એની ચિંતા નથી કરતો તો માણસ પોતાની ટીકા ને નિંદા સાંભળી એટલો દુખી કેમ થાય છે ? એ પોતાના અંતરના અવાજની પ્રેરણાથી કેમ નથી જીવતો ? બીજાનાં અભિપ્રાય અને વખાણ સાંભળવા શક્તિ અને સમય શાને ખર્ચે છે ? ૨૦૩. દર્શનાનંદ તાના પ્રિયતમની છબી જોઈ જેમ પ્રેમીનું હૈયું પ્રેમથી નાચી ઊઠે છે, Sા તેમ ભક્તનું હૃદય પણ વીતરાગ પ્રભુની મૂર્તિથી પ્રેરણા મેળવી આનંદથી નિર્મળ બની નાચી ઊઠે છે ! ૨૦૪. પ્રતિબિંબ ટો ધની સામે ક્રોધ કરવો એનો અર્થ એ કે એક ગાંડાની સામે, આપણી છા જાતને પણ જાણી જોઈને પાગલ કરવી. ૨૦૫. પ્રેમનો ઉચ્ચાર બ્દ ઈશ્વરના જેટલો જ પવિત્ર ને મહાન છે. પ્રેમ પણ શબ્દના જેટલો જ પવિત્ર ને મહાન છે -- આ બે વિચારધારા અખંડ રીતે જીવનમાં વહેતી હોય તો માનવી, પ્રેમના શબ્દને કેટલો પવિત્ર ને મહાન ગણે! ૨૦૬. દુર્જનતા આ ખ સુંદર છે. એ બધાને જુએ, પણ એ પોતાને દર્પણની મદદ વિના “ જોઈ શકતી નથી. માણસ બધાને જાણવાનો દાવો કરે છે પણ પોતાને ધ્યાન દ્વારા જાણી શકે છે. જીવનસૌરભ પ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy