SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ અને એ જ્યાં જાય ત્યાં આચારનાં અજવાળાં પાથરે, તેથી શાન્તિ ને મૈત્રીની ઉષ્મા વિશ્વમાં ફેલાય. ૨૬૦. માનવ , મને જીવન વ્યવહારમાં ઉતારવો એ કઠિન કાર્ય છે ખરું, પણ એને વ જે જીવન-વ્યવહારમાં ઉતારે છે તે જ ખરો માણસાઈભર્યો માનવ. ૨૬૧. સત્ય મને પ્રભુતા મળે તો ચૈતન્યમાં બિરાજતી પ્રભુતાને પ્રેમ શાને નહિ ! ૨૬૨. વિચાર રે ગર્વ આવે ત્યારે વિચાર કરો કે તમારાથી શ્રેષ્ઠ અને ઉચ્ચ સ્થાન મેળવનારી વ્યક્તિઓ મોજૂદ છે; અને જ્યારે દીનતા આવે, ત્યારે વિચાર કરો કે તમારાથી નબળી દશા ધરાવનાર અનેક લોકો હૈયાત છે; આ વિચારથી તમારો ગર્વ ગળી જશે અને દીનતા બળી જશે. ૨૬૩. જીવનનું માપ જાને ગબડતો જોઈ, પોતે સંભાળીને ચાલે તે જ્ઞાની. પોતે એક વાર ગબડ્યા પછી બીજી વાર સંભાળીને ચાલે તે અનુભવી. પોતે વારંવાર ગબડવા છતાં ઉન્મત્ત બનીને ચાલે તે અજ્ઞાની ! ર૬૪. ઉપદેશ ણી વાર જાતે કર્તવ્ય કરવામાં નબળો માનવી, બીજાને ઉપદેશ દેવામાં ૨ સબળ બની જાય છે. જીવનસૌરભ - ૬૭ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy