________________
૪૮૦. પૂર્ણકલા છે, રમાત્મા પૂર્ણ કલા યોગીરાજ આનંદઘનનું આ કથન ખૂબ ગહન ભાવોથી
ભરેલું છે : કલા એ આત્માનું અવિભાજ્ય અંગ છે; કલા પ્રમોદજનક નથી, પણ પ્રમોદમય છે ! કલા એ વાસ્તવિક દૃષ્ટિએ કારણ નથી, પણ કાર્ય છે. છતાં, એ કારણ નથી જ એમ પણ ન કહેવાય; કારણ કે કલાની સંસિદ્ધિ બે પ્રકારે થાય છે : એક પૂલ રૂપમાં ને બીજી સૂક્ષ્મ રૂપમાં; અથવા એક કારણરૂપમાં ને બીજી કાર્યરૂપમાં !
સ્થૂલ કલા પૂર્ણિમા જેવી છે. એ પ્રત્યેક પ્રાણીને-માનવને આહલાદ, સ્કૃર્તિ, તેજસ્વિતા, કલ્પનાશક્તિ ને રસાનુભવની આછી લહાણ પીરસે છે, કારણ કે પૂર્ણિમા પણ બીજના ચંદ્રની પૂર્ણ બનેલી અભિવ્યક્ત કલા જ છે ને ! અલબત્ત, એ સ્થૂલ છે, છતાં એ સુષુપ્ત હૈયાને જાગરૂક કરી શકે છે, જાગરૂક હૈયાને ઊર્મિલ બનાવે છે અને ઊર્મિલ હૈયાને મંથનનાં દ્વાર સુધી લઈ જઈ શકે છે. અહીં સ્થૂલ કલાની મર્યાદા આવી જાય છે.
હવે સૂક્ષ્મ કલાનો પ્રારંભ થાય છે. મંથનની ભૂમિકામાં અટકેલી કલા અહીં પોતાનું સ્થૂલ સ્વરૂપ મૂકી, સર્જન દ્વારા પોતાની સૂક્ષ્મતા પ્રદર્શિત કરે છે; વિચાર-ભૂમિકા ત્યજી કાર્ય-ભૂમિકામાં આવે છે; સાધન મટી સાધ્યનું રૂપ પકડે છે. કલાની સૂક્ષ્મતા જેમ જેમ વધતી જાય છે તેમ તેમ સર્જન વધુ તીવ્ર ને તીક્ષ્ણ બને છે. માનવીની ભાવના હવે મર્યાદા મૂકે છે – પ્રવાહ મટી પિંડ બને છે. માનવીની રસિકતા જગતના વિલાસી પદાર્થોથી ઘટી, વાસ્તવિક દર્શનની શુદ્ધિ પ્રત્યે વધતી જાય છે. એનું દર્શન પ્રકૃતિની નક્કરતા ભણી વળે છે. વિશ્વના વૈવિધ્યમાં એક એવા અખંડ રીતે વિલસતા સમન્વયને અનુભવે છે. બાહ્ય સૌન્દર્ય કરતાં અત્યંતર સૌન્દર્યનો વિપુલ વૈભવ એ નિહાળે છે. અને આંતરિક સૌન્દર્યનો માત્ર એક અંશ જ આ બાહ્ય સૌન્દર્યમાં છે એવી સત્ય પ્રતીતિ એને પ્રકૃતિ-મૂર્તિનાં દર્શનથી થાય છે.
આ રીતે આ પૂર્ણ કલાના કલાધરને અનેકમાં વિશૈક્યનો સાક્ષાત્કાર થાય છે. વિસંવાદમાં સંવાદ કેળવવાની મહાન સિદ્ધિ અને પ્રાપ્ત થાય છે. નિજાનંદમાં સચ્ચિદાનંદની એને ઝાંખી થાય છે. આ ઝાંખી અલ્પ કાલ પછી નૈસર્ગિક પ્રકાશમાં ફેરવાઈ જતાં, કેવલ્યજ્યોતનો આવિષ્કાર થાય છે. નિરતિશય અખૂટ અનંત આનંદનો પ્રાદુર્ભાવ છે. આનું જ નામ પૂર્ણકલા !
આ કલા અગમ્યને ગમ્ય, અબુદ્ધને બુદ્ધ, અવ્યક્તને વ્યક્ત તથા અપૂર્ણને પૂર્ણ બનાવે છે. આ કલા જ શાશ્વત સુખની અનુભૂતિ કરાવે છે. આ કલાનો
ઊર્મિ અને ઉદધિ : ૧૪૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org