SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૫. કાગ થશો કે હંસ ? દુનિયામાં સહેલું કામ હોય તો તે કાગનું – બીજાની ટીકા કરવાનું અને નિંદા કરવાનું. પણ કઠણ કાર્ય હોય તો તે હંસનું; સર્વમાં સદ્ગણ જોવાનું અને તેની પ્રશંસા કરવાનું. તમે શું થશો ? ૭૬. પાણી અને વાણી સંસારી પર્વને દિવસે પાણીની બાલદી ભરી માણસ વાસણો અને વસ્ત્રો સ્વચ્છ કરવા બેસી જાય છે; તો માનવજીવના ધર્મપર્વને દિવસે પ્રભુની વાણી સ્મરી માનવી મન અને અંતરને પવિત્ર નહિ બનાવે ! ૭૭. જીવનજ્યોત કોડિયામાં તેલ હોય તો જ દીપક સારી રાત જલતો રહે છે; તેલ ખૂટતાં એ બુઝાઈ જાય છે. ગૃહસ્થાશ્રમમાં પણ જો સંયમનું તેલ હોય તો જ ધર્મજ્યોત જલતી રહે છે. સંયમનો ત્યાગ એટલે જીવનદીપકનો હાસ, નાશ. ૭૮. શિયળ ને સદાચાર એકડા વિના જેમ શૂન્યની કિંમત કંઈ જ નથી, તેમ સદાચાર વિના, જીવનમાં વ્રતોની કિંમત પણ કંઈ જ નથી. વ્રત તો શોભે છે, શિયળ અને સદાચારના અલંકારથી. ૭૯. સમ્યક્ દષ્ટિ સાકર શ્વેત છે અને ફટકડી પણ શ્વેત છે. પણ માખી તો સાકર ઉપર જ બેસે છે. તેમ, સમ્યક દૃષ્ટિ પણ સત્ય અને અસત્યની પસંદગી પ્રસંગે, સત્યનો જ સ્વીકાર કરવાની. ૧૮ * મધુસંચય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy