________________
'ઊતરીને, એને તળિયે રહેલાં દર્શન, જ્ઞાન અને ચારિત્રનાં મૂલ્યવાન મોતી શોધી કાઢે છે.
૪૦૨. કો'ક વિરલ
ધન વાપરવામાં કાળજી રાખનારા જગતમાં ઘણા મળશે, પણ અમૂલી વાણીને વાપરતી વેળા વિવેક રાખનારો કો'ક વિરલ જ મળશે. પડેલાને પાટું મારનાર દુનિયામાં ઘણા મળશે, પણ એનો હાથ ઝાલી, પ્રેમથી એને ઊભો કરી જીવનપંથે મૂકનાર કો'ક વિરલ જ મળશે.
૪૦૩. સુખની કસ્તૂરી મૃગની પોતાની પૂંટીમાં કસ્તૂરી હોવા છતાં જે દિશામાંથી એની વાસ આવે છે તે દિશામાં કસ્તૂરી હશે એમ માની, એ જેમ એની પાછળ દોડે છે, તેમ સુખ માણસના આત્મામાં હોવા છતાં એ બાહ્ય, ભૌતિક વસ્તુમાં એની કલ્પના કરી એની પાછળ ભમે છે. પછી કોઈ સગુરુ મળે તો જ એ બતાવે કે સુખની કસ્તૂરી તો તારી પોતાની અંદર જ રહેલી છે. એને જોતાં શીખ.
૪૦૪. સ્વાતંત્ર્યનો આનંદ
અહોહો ! આજે આટલો આનંદ શાને કાજે છે ? સ્વાતંત્ર્ય દિન છે એટલે ? તો જરા જવાબ આપશો કે સ્વાતંત્ર્ય શાનું ? ઇન્દ્રિયોના વિષયોથી તમે સ્વતંત્ર છો ? તૃષ્ણાથી સ્વતંત્ર છો ? હલકી લાગણીઓથી સ્વતંત્ર છો ? વાસના ને વિચારથી સ્વતંત્ર છો ?
મિત્રો ! પ્રથમ આ બધાંથી સ્વતંત્ર બનો. તો જ સ્વાતંત્ર્યનો સાચો આનંદ માણી શકશો.
પ્રેરણાની પરબ ૧૦૭
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International