________________
પ૨૩. શ્રદ્ધા
દ્ધા એ જીવનનાં ઊંડાણમાંથી વહેતું એક એવું પ્રશાંત છતાં બળવાન ઝરણું છે કે મુશ્કેલીઓની ગમે તેવી કઠિન શિલાઓને પણ તે ભેદી શકે
પર૪.
સ્વ
ટ નિયાને પલટાવવાની આપણામાં શક્તિ ભલે ન હોય, પણ આપણી ઉજાતને તો આપણે પલટાવી શકીએ ને ? આપણે શું આપણા સ્વામી પણ ન બની શકીએ ?
પર૫. કાર્યની મગ્નતા છે રાં કાર્યોમાં હું તલ્લીન બન્યો હોઉં તે વખતે મને મારું જ ભાન નથી " પહોતું; હું કોણ છું એનો મને ખ્યાલ પણ નથી આવતો. મારી દૃષ્ટિ મારાં કાર્યોની આરપાર ઊતરી ગયેલી હોય છે, મારું હૃદય મારાં કાર્યોમાં સૌન્દર્ય પૂરતું હોય છે, મારું મન ઊર્મિઓના ઉછાળાવિહોણા પ્રશાન્ત ગંભીર સાગર જેવું હોય છે અને તેથી મારું કાર્ય જ મારો આનંદ બની જાય છે.
પ૨૬. “સ્વ”ની શોધ ર બીજાના દોષો જોઉં તેના કરતાં મારા જ દોષો જોઉં તો શું ખોટું ?
ક બીજાના દોષો જોઈ મલિન થવા કરતાં મારા દોષો જોઈ નિર્મળ કાં ન થાઉં ?
પર૭. તણખા
થ ! મારા શબ્દો – જેને કવિઓ કાવ્ય કહી સંબોધે છે – તે શું તારા 'વિરહની વેદનામાંથી પ્રગટેલ માત્ર તણખા જ નથી ?
ઊર્મિ અને ઉદધિ ૧૬૫
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org