________________
મને ક્રોધ ચડ્યો. જેમ તેમ બેલી અપમાન કર્યું. કનકશેખર હસ્યો. મેં તલવાર ઉપર હાથ મૂકે. વાત આગળ ન વધી પણ અમારી મિત્રતા તૂટી. કનકશેખર ભારે ન રહ્યો. - થોડા દિવસો ગયા ત્યાં પિતાજીનો દૂત આવ્યો. એણે જણાવ્યું કે મને ગુપ્ત રીતે મંત્રીઓએ મોકલ્યો છે. જયસ્થળ ઉપર યવનરાજે આક્રમણ કર્યું છે. પિતાજી પઘરાજા મુકાબલો કરી શકવા અસમર્થ છે. તે કુમારશ્રી પધારી પિતાની વીરતાથી નગરના રક્ષણનું પુણ્ય કાર્ય કરે. હું તરત જ સૈન્ય અને કનકમંજરીને લઈ રવાના થ. યવનરાજ સાથે યુદ્ધ કર્યું. વિજયમાળા મને પ્રાપ્ત થઈ. પિતાએ સન્માન યાત્રા સાથે નગર પ્રવેશ કરાવ્યો. મારા ઉપર ખૂબ સ્નેહ વર્ષાવવા લાગ્યા.
અહીં મારૂં શિકારનું વ્યસન ન ટક્યું. વિદુરે આ વાતની પિતાજીને જાણ કરી. પિતાજીને ઘણું દુઃખ થયું. જિનમત જેષિની તપાસ કરી લાવ્યા. એણે કહ્યું કે ચિત્તસૌંદર્યનગરના શુભ પરિણામ રાજાને ચારતા રાણીથી થએલી દયા નામની સુકન્યા સાથે કર્મપરિણામ -લગ્ન કરાવશે ત્યારે કુમાર દોષમુકત બનશે. આપને પરિશ્રમ વ્યર્થ છે.
કેટલાક દિવસ પછી પિતાજીએ મને યુવરાજ બનાવવાની તૈયારી કરાવી. એ વખતે દૂત આવ્યો અને કહ્યું હે રાજન ! શાર્દૂલપુરના
અરિદમન રાજાને મદનમંજુષા પુત્રી છે. તેના લગ્ન નંદિવર્ધન કુમાર - સાથે કરાવવા મને મોકલ્યો છે. - રાજાએ મંત્રીના કહેવાથી સ્વીકાર્યું. મેં “સ્કૂટવચન” દૂતને પૂછયું કે તમારૂ નગર કેટલું દૂર છે. દૂતે જણાવ્યું ૨૫૦ જન. મેં કહ્યું એક ગાઉ ઓછું છે. એમાં અમારી વચ્ચે જામી પડી અને મેં દૂતને ત્યાંને ત્યાં તલવારના ઘાટ ઉતારી દીધો. પિતાજી વચ્ચે પડયા -એટલે એમને યમમંદિરે રવાના કર્યા. માતા રેતી આવી, એની એજ