________________
હરનાર વિભાકર હશે અને મદદમાં હિંગને રાજા સમરસેને” અને યંગનો રાજા “દુમ” હતા. ભીષણ યુદ્ધ જામ્યું. કનકચૂડના સૈન્યમાં ભંગાણુ થવાની તૈયારી હતી પણ નંદિવર્ધને એવું પૌરૂષ બતાવ્યું કે હારમાંથી ઉગરી ગયા. સમરસેન અને દુમ સ્વધામ પહોંચી ગયા. કનકશેખરે વિભાકરને હરાવ્યો અને જીવતે પકડ, માન નંદિવર્ધનને મલ્યું અને નંદિવર્ધને હિંસા અને શ્વાનરનો આભાર માન્યો. ભવ્ય સ્વાગત સાથે નગરપ્રવેશ થયો.
નગર પ્રવેશ વખતે ઝરૂખામાં બેઠેલી લાવણ્યસ્મૃતિ “કનકમંજરી” ભારા જોવામાં આવી. હું આસક્ત બની ગયે. ચતુર સારથીના ખ્યાલમાં આ ભાવ ખ્યાલ આવી ગયું. મારે ફજેત ન થાય એટલે રથ જલદી હંકારી ગયો. વિરહવેદનાની જ્વાળામાં તરફડતા રાત વીતાવી. ચાલાક સારથી મારી વાત કઢાવી ગયો અને મને શાત્ત્વના આપવા મશ્કરી કરી અને કહ્યું કે આપના દર્શને પછી કનકમંજરીની પણ આપના જેવી દિશા છે. રાતદિવસ આપના નામનું રટણ કરતી હતી.
આપના યુદ્ધશૌર્યથી આકર્ષાઈને મહારાજા કનકચૂડે પુત્રી કનકમંજરી આપને આપવાનો નિર્ણય કર્યો છે. અને “મણિમંજરીના” લમ સેનાપતિ શીલવંધન સાથે કરાવવા નિર્ણય કર્યો છે.
શીધ્ર મીલનની ઉત્સુક્તાના કારણે સારથીએ “રતિમન્મથ” ઉદ્યાનમાં મીલનની ગોઠવણ કરી અને સ્નેહીયુગલનું મીલન થયું. પ્રેમના કેલકરાર કર્યા અને બીજે દિવસે વિધિ પૂર્વક લગ્ન થયા. રાત્રી આનંદમાં પૂર્ણ કરી. હું મદભરી મંજરી સાથે આનંદમાં રહે હતે પણ વૈશ્વાનર અને હિંસાની પ્રેરણાથી શિકારને વ્યસની બની ગયો. આ વાત દયાળુ કનકશેખરને ન ગમી. એના પિતાએ રાજ્યસ-- ભામાં મારી પ્રશંસા કરી અને શ્વાનર તથા હિંસાની નિંદા કરી..