________________
ઉપદેશમાળા માહાતમ્ય છે” એવું જાણું કુમાર અત્યંત પશ્ચાત્તાપ કરવા લાગ્યો કે-“મેં અધમે કુલને અનુચિત્ત એવું આ શું આશ્ચર્યું? કે જેથી નિર્દૂષણ એવી પ્રાણપ્રિયાને કલંક ચડાવ્યું. તે મારી પ્રાણપ્રિયા કમળાક્ષી કમલવતી શું કરતી હશે? હું શું કરું? તેના વિના સર્વ શૂન્ય લાગે છે. “દીપ છતાં, અગ્નિ છતાં તથા નાના પ્રકારના મણિ છતાં એક તે મૃગાક્ષી વિના આ જગત બધું અંધકારમય લાગે છે.” કેશુ જાણે તે મારી વલ્લભા હવે મને ક્યારે મળશે? અધન્ય એ હું લોકોને મુખ શી રીતે બતાવી શકીશ? મને ધિક્કાર છે ! જે હદયને વિષે એ માઠો વિચાર આવ્યું તે મારું હૃદય ફૂટી કેમ ગયું નહિ? અને તે મારી જીભ શતખંડ કેમ થઈ ગઈ નહિ, કે જેણે તેને વનમાં મૂકી આવવાની રજા આપી ? આ પ્રમાણેનું અકાર્ય કરતાં મારા માથા ઉપર બ્રહ્માંડ કેમ તૂટી પડયું નહિ? અરે! વગર વિચારે કરેલું કાર્ય મહા અનર્થને માટે જ થાય છે. નીતિશાસ્ત્રમાં પણ કહ્યું છે કે “કઈ પણ કાર્ય સહસા કરવું નહિ. કારણ કે સહસા કાર્ય કરનાર અવિવેકી પરમ આપદાનું સ્થાન થાય છે, અને વિચારીને કામ કરવાવાળા ગુણલબ્ધ પ્રાણુઓ સ્વયમેવ સંપદાને પામે છે. પણ હવે આ પ્રમાણે શેચ કરવાથી શું? વિચારવાની જરૂર એ છે કે આ કાય કેનાથી થયું?” એ પ્રમાણે વિચાર કરતા તેણે ગંધભૂષિકા જતી રહ્યાના ખબર સાંભળ્યા, એટલે “ખરેખર આ કાર્ય તેણે જ કરેલું છે” એમ ના શ્વાસ પૂર્વક વિચારવા લાગ્યો.
હવે ગંધમૂષિકાએ સમાપુરી જઈને રત્નાવતી પાસે કુમારનું બધું સ્વરૂપ તથા કમલવતીનું પણ સ્વરૂપ કહી બતાવ્યું. રત્નાવતી હર્ષવતી થઈ. પછી તેણે પોતાના પિતા પુરુષોત્તમ રાજને કહ્યું કે – હે સ્વામિન્ ! રણસિંહ કુમારને તેડાવો.” એટલે પુરુષોત્તમ રાજાએ પણ કુમારને બેલાવવાને કનકપુર કનકશેખર રાજાની પાસે પિતાના સેવકો મોકલ્યા. તેઈએ ત્યાં જઈને કહ્યું કે – “હે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org