________________
ઉપદેશમાળા
૧૭. શું આચર્યું?” આ પ્રમાણે વિચારતી તે થોડા દિવસમાં પાડલીખંડપુર સમીપે આવી પહોંચી. એટલે કમલવતી બેલી કે–બહે સારથી ! તું અહીંથી જ રથને પાછો વાળ. હવે અહીં તારું કંઈ કામ નથી. આ સ્થાનથી હું પરિચિત છું. અહીં આંથી સન્મુખ જ પાડલી ખંડપુરનું ઉપવન દેખાય છે, તેથી હું એકલી સુખેથી જઈશ.” એ પ્રમાણે સાંભળી સારથી પ્રણામ કરીને આંખમાં અણુ લાવી બેલ્યો કે “હે સ્વામિની! તમે સાક્ષાત્ શીલ રૂપી ભૂષણને ધારણ કરનારા લક્ષમી છે, ને હું અધમ આજ્ઞાને કરવાવાળે કર્મચંડાળ છું, કે જેથી તમને અરણ્યમાં તજી દઉં છું. દુષ્ટ કર્મ કરનાર એવા મને ધિક્કાર છે?” એ પ્રમાણે બેલતા સારથીને કમલવતીએ કહ્યું કે-“હે પુરુષ! આમાં તારો અપરાધ નથી. જે સેવક છે તે તે સ્વામીની આજ્ઞા પ્રમાણે કરેજ છે. પણ તે મંદભાગ્યવંતને મારું એક વચન કહેજે કે “શું આ કાર્ય કુલોચિત કરેલું છે?” એ પ્રમાણે સાંભળ્યા બાદ કમલવતીને વટ તરુની નીચે મૂકીને સારથી રથ લઈને પાછો વળ્યો. પછી એકાકી કમલવતી રોતી ને વિલાપ કરતી બેલવા લાગી કે-“હે વિધાતા ! તે આ અતિ જૂર કાર્ય શું આચર્યું? અકાળે વજ પડવા રૂ૫ પ્રિયના વિયેગથી ઉત્પન્ન થતું દુઃખ તે મને શા માટે આપ્યું ? મેં તારો શે અપરાધ કર્યો હતો ! આ દુઃખ તે સર્વ સહન થઈ શકે તેમ છે, પરંતુ અસત્ય કલંક ચડાવીને ભર્તાએ મને ઘરમાંથી કાઢી મૂકી છે; તેથી મને મહદ દુઃખ થાય છે. હું શું કરું? ક્યાં જાઉં હે માતા! અહીં આવીને દુખદાવાગ્નિથી વળતી તારી પુત્રીનું રક્ષણ કર. અથવા તું આવતી નહિ, કારણ કે મારું દુખ જોઈને તારું હૃદય ફાટી જશે. હું મંદભાગ્યવતી છું. કારણ કે હું કુમારાવસ્થામાં પિતાને વર શોધવાની ચિંતાનું કારણ થઈ હતી. પાણિગ્રહણ વખતે પિતાને બંધન વિગેરેનું કષ્ટ પ્રાપ્ત કરાવ્યું હતું. અત્યારે પણ આ સાંભળીને તે પણ દુઃખી થશે.” આ પ્રમાણે અનેક રીતે વિલાપ કરતી સતી મનને વિષે વિચાર કરવા લાગી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org