________________
ઉપદેશમાળા તાંબૂલભેજનના ઉપાયે કરી મંત્રચૂર્ણદિને ભેગા કરીને તેણે કુમારનું મન વિરક્ત કર્યું. કુમારનું મન જે પૂર્વે કમલવતીને ઉપર ગાઢ પ્યારમાં લગ્ન હતું તેને મંત્રચૂર્ણદિના પ્રયોગથી તેના પ્રત્યે જવલાયમાન કર્યું. કુમાર લેકા૫વાદથી ડરીને વિચાર કરવા લાગ્યો કે “આ કમલવતીને તેના પિતાને ઘરે મેકલી દઉં, અહીં રાખવા લાયક નથી.” એ પ્રમાણે વિચારીને તેણે સેવકોને બેલાવી આજ્ઞા કરી કે “તમે કમલવતીને રથમાં બેસારીને તેના પિતાને ઘેર મૂકી આવો.” એ પ્રમાણે સાંભળીને સેવકે વિચાર કરવા લાગ્યા કે-“આ આવું અઘટિત કેમ કરે છે? પણ આપણને તે સ્વામીનું વાય ઉલંઘન ન થઈ શકે તેવું છે. એ પ્રમાણે વિચારીને તેઓ કમલવતીની પાસે આવી બેલ્યા કે-“હે સ્વામિની! તમારા પતિ વાટિકાને વિષે ગયેલા છે તે તમને ત્યાં લાવે છે, માટે રથમાં બેસીને શીવ્ર ચાલો.” એ પ્રમાણે અસત્ય બેલીને તેઓએ તેને રથમાં બેસારી. તે વખતે કમલવતીની જમણી આંખ ફરકી, તેથી તે વિચારવા લાગી કે અત્યારે શું અશુભ થશે? પણ સ્વામી મને બેલાવે છે માટે જરૂર જવું, જે બનવાનું હોય તે બને. એ પ્રમાણે વિચારી વ્યગ્રચિત્તે તે રથમાં બેઠી. સેવકોએ રથને સત્વર ચલાવ્યો. કમલવતીએ પૂછયું કે-“મારા સ્વામીથી અલંકૃત થયેલું ઉપવન કેટલું દૂર છે?” ત્યારે સેવકે ઉત્તર આ કે–વન કયાં અને તમારે સ્વામી પણ ક્યાં ? કુમારે તમારા પિતાને ઘેર તમને મૂકી આવવાની અમને આજ્ઞા આપી છે. કમલવતીએ કહ્યું કે-“ભલે, જ્યારે આવું વગર વિચાર્યું તેમજ પરીક્ષા કર્યા વિનાનું કાર્ય કર્યું છે તે પછવાડેથી તેને ઘણે પશ્ચાત્તાપ થશે, બાકી મારે તે જે કર્મ ઉદયમાં આવી પડયું તે ભેગવવું જ જોઈએ. કહ્યું છે કે “કરેલા કર્મોને ક્ષય કરોડ વર્ષે કરીને પણ થતો નથી. શુભ વા અશુભ જે કર્મ કર્યું હોય, તે અવશ્ય જોગવવું જ પડે છે. પરંતુ હું નિરપરાધી પ્રત્યે આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org