Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ટીકાનુવાદ સહિત,
ધ્યવસાયમાં પરસ્પર તારતમ્ય ન હોય તે અનિવૃત્તિ, જે ગુણસ્થાનકમાં એક સાથે ચડેલા -જીના અધ્યવસાયમાં પરસ્પર તારતમ્ય હેય તે નિવૃત્તિ કહેવાય છે, અને જે ગુણસ્થાનમાં સાથે ચડેલા છના અધ્યવસાયમાં પરપર તારતમ્ય ન હોય, પરંતુ એકનું જે અધ્યવસાય તેજ બીજાનું, તેજ ત્રીજાનું, એમ અનંતજીનું પણ એક સમું હોય, તે અનિવૃત્તિ ગુણ-સ્થાનક કહેવાય છે. આજ આઠમા અને નવમા ગુણસ્થાન વચ્ચે તફાવત છે. તથા જે વડે સંસારમાં રખડે તે સંપાય એટલે કષાયોદય. જેની અંદર કિદિપે કરાયેલ સૂક્ષમ તેભની અપેક્ષાએ સ્થૂલ કાયદય હોય તે બાદર સંપાય કહેવાય છે. તાત્પર્ય એ કે જેની અંદર સાથે ચડેલા છના અધ્યવસાયમાં પરસ્પર તારતમ્ય ન હોય અને બાદર કષાયને ઉદય હોય તે અનિવૃત્તિ બાદર સંપરા ગુણસ્થાનક કહેવાય છે. આ ગુણસ્થાનકને કાળ અંતમુહૂને છે. અનામુહૂર્ત પ્રમાણે આ ગુણસ્થાનકના કાળમાં પ્રથમ સમયથી આરંભી ઉત્તરોત્તર અનંતગુણ વિશુદ્ધ અધ્યવસાય હોય છે. એટલે કે પહેલે સમયે જે અધ્યવસાય હેય તેનાથી બીજે સમયે અનતગુણ વિશુદ્ધ હોય છે, તેનાથી અનતગુણ વિશુદ્ધ ત્રિીજે સમયે હોય છે, આ પ્રમાણે ચરમ સમય પર્યત જાણવું. તેથી અન્નમુહૂર્તના જેટલા સમયે તેટલાજ અધ્યવસાયે આ ગુણરથાનકમાં પ્રવેશ કરનારાઓના હેય છે, અધિક હતા નથી. અહિં પણ આડમાં ગુણસ્થાનકની જેમ સ્થિતિવાતાદિ પાંચે પદાર્થો પ્રવર્તે છે. આ અનિવૃત્તિ બાદર સંજવલન લાભ સિવાય ચારિત્ર મેહનીયની વિશ પ્રકૃતિને સર્વથા ક્ષય અને ઉપશમ કરતે હેવાથી ક્ષપક અને ઉપશમક એમ બે ભેદે છે.
૧૦ સૂમ સપરાય ગુણસ્થાન-કિદિ રૂપે કરાયેલ સૂમ લેભ કષાયને ઉદય જેની અંદર હોય તે સુલમ સંપશય કહેવાય છે. તેના પણ ક્ષપક અને ઉપશામક એવા બે ભેદ છે. કારણ કે અહિં શેષ રહેલ એક સંજવલન લાભનો સર્વથા ક્ષય કે ઉપશમ કરે છે. ઉપશમ શ્રેણીવાળે ઉપશમાવે છે, અને ક્ષેપક શ્રેણિવાળે ક્ષય કરે છે તેના જ્ઞાનાદિ ગુજીના સ્વરૂપ વિશેષને સૂમસંપરાય ગુણસ્થાન કહે છે.
૧૧ ઉપશાંતકષાય વીતરાગ છ0 ગુણસ્થાનક-આત્માના જ્ઞાનાદિ ગુણેને જે દબાવે તે છવ એટલે જ્ઞાનાવરણાદિ ધાતિકને ઉદય, અને તે ઘાતકર્મના ઉદયવાળા આત્માઓ છદ્યસ્થ કહેવાય છે. દશમા ગુણસ્થાન સુધીના છારા રાગી પણ હોય છે, તેનાથી પૃથક કરવા માટે વિતરાગ પદનું ગ્રહણ કર્યું છે. માયા અને લેભ કષાયના ઉદયરૂપ રાગ, અને -ઉપલક્ષણથી ક્રોધ અને માનના ઉદયરૂપ છેષ પણ જેઓના દુર થયેલ છે તે વીતરાગ કહેવાય છે. અહિં વિતરાગ છઘસ્થ લેવાના છે, પરંતુ દશમા ગુણસ્થાનક સુધીના રાગી છઘસ્થ નહિ - ૧ અહિં વિહિને વિચાર બે રીતે થાય છે. ૧ તિગમુખી વિશુદ્ધ, અને ઉwવમુખી વિશુદ્ધિ, એક સાથે ચડેલા છના અધ્યવસાયમાં પરસ્પર તારતમ્પને જે વિચાર તે તિગમુખી વિશુહિ, અને પૂવપૂર્વ સમય કરતાં ઉત્તરોત્તર સમયની વિશુદ્ધિને જે વિચાર તે ઉર્ધ્વમુખી વિશુદ્ધિ કહેવાય છે. અપૂર્વકરણ નામના કારણે અગર તે નામના ગુણસ્થાને બંને પ્રકારે વિચાર થઈ શકે છે, અને અનિવૃત્તિ -નામના કારણે અગર તે નામના પુરયાને ફકત ઉવમુખી વિશુદ્ધિ હોય છે.