Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચસંગ્રહ-પ્રથમર
છે. તથા પ્રથમ સમયે જે સ્વરૂપવાળા અને જેટલા અધ્યવસાયે હોય છે, તેનાથી દ્વિતીય સમયે અન્ય અને સંખ્યામાં વધારે અધ્યવસાયે હોય છે. બીજે સમયે જે અધ્યવસાયે હોય છે, તેનાથી અન્ય અને અધિક ત્રીજે સમયે હોય છે. ત્રીજે સમયે જે અને જેટલા અથવસાયે છે, તેનાથી અન્ય અને વધારે ચેથે સમયે હોય છે. આ પ્રમાણે અપૂર્વકરણના ચરમસમય પર્વત કહી જવું. ઉપરોક્ત અથવસાયની સ્થાપના કરવામાં આવે એટલે કે અનુક્રમે નીચે નીચે તેની સંખ્યા મૂકવામાં આવે તે સમાન સંખ્યા નહિ હોવાથી વિષમ ચતુરન્સ ક્ષેત્ર રેકે છે.
પ્રશ્ન–આ ગુણસ્થાનમાં પૂર્વ પૂર્વ સમયથી ઉત્તરોત્તર સમયે અધ્યવસાયો વધે છે, તેનું શું કારણ?
ઉત્તર–જીવ હવભાવ જ કારણ છે. આ ગુણસ્થાનકને પ્રાપ્ત કરનારા આત્માઓ પ્રત્યેક સમયે ક્ષાપશમની વિચિત્રતાને લઈને વિશુદ્ધિના પ્રકષને પ્રાપ્ત કરતા જીવ સ્વભાવેજ ભિન્ન ભિન્ન અધ્યવસાયમાં વસે છે. અને તેથીજ પહેલે સમયે સાથે ચડેલા છમાં જે અધ્યવસાયની ભિન્નતા છે, તે કરતાં બીજા સમયે વધારે ભિન્નતા જણાય છે. આ ગુણસ્થાનના પ્રથમ સમયના જઘન્ય અધ્યવસાયથી પ્રથમ સમયનું ઉત્કૃષ્ટ અથવસાય અનતગુણ વિશુદ્ધ છે. અહિં જઘન્ય અધ્યવસાય આ ગુણસ્થાનકની અપેક્ષાએ સમજવું. કારણ કે અપ્રમત્ત ગુણસ્થાનના ઉત્કૃષ્ટ અધ્યવસાયથી આ ગુણસ્થાનનું જઘન્ય અધ્યવસાય પણ અનતગુણ વિશુદ્ધ હે છે. પહેલા સમયના ઉત્કૃષ્ટ અધ્યવસાયથી બીજા સમયનું જઘન્ય અધ્યવસાય પણ અને તગુણવિશુદ્ધ છે. ઉપર પહેલા સમયના અધ્યવસાયથી બીજા સમયના અધ્યવસાયે જુદા છે. એમ જે કહ્યું, તેનું કારણ આ જ છે. કારણ કે પહેલા સમયના ઉત્કૃષ્ટ અધ્યવસાયથી બીજા સમયનું જઘન્ય અધ્યવસાય ત્યારેજ અનંતગુણ હોઈ શકે કે જ્યારે પહેલા સમયના અધ્ય. વસાયથી બીજા સમયના અધ્યવસાયે જુદા જ હોય. તેનાથી તે જ સમયનું ઉત્કૃષ્ટ અધ્યવસાય અનંતગુણ વિશુદ્ધ છે, આ પ્રમાણે કહેતાં ત્યાં સુધી જવું કે વિચરમ સમયના ઉત્કૃષ્ટ અધ્યવસાયથી ચરમ સમયનું જઘન્ય અનંતગુણવિશુદ્ધ છે, તેનાથી તેજ ચરમ સમયનું ઉત્કૃષ્ટ અધ્યવસાય અનંતગુણ વિશુદ્ધ છે. આ રીતે એકજ સમયના અધ્યવસાયે પણ પરસ્પર અનવભાગ વૃદ્ધ, અસંખ્યાતભાગ વૃદ્ધ, સંvયાતભાગ વૃદ્ધ, સંખ્યાતગુણ વૃદ્ધ, અસંખ્યાત ગુણવૃદ્ધ અને અનંતગણુદ્ધ એમ છ સ્થાન યુક્ત હોય છે. એટલે કે વિશુદ્ધિની અપેક્ષાએ જઘન્ય અધ્યવસાયથી કેટલાક અધ્યવસાયે અનતભાગ અધિક વિશુદ્ધ, કેટલાક અસંખ્યાત ભાગ અધિક વિશુદ્ધ, કેટલાક સંખ્યાત ભાગ અધિક વિશુદ્ધ એમ કેટલાક સંખ્યાતગુણ અસંખ્યાતગુણ અને અનંતગુણ અધિક વિશુદ્ધ હોય છે. આ પ્રમાણે આ ગુણસ્થાનના કોઈ પણ સમયમાં રહેલા અધ્યવસાયે સ્થાન પતિત હોય છે. આ રીતે આ ગુણસ્થાનકે એક સાથે ચડેલા છના અધ્યવસાચેમાં પરસ્પર વિશુદ્ધિનું તારતમ્ય હોવાથી આ ગુણસ્થાનનું બીજું નામ નિવૃત્તિ પણ કહેવાય છે.
૯ અનિવૃત્તિ બાદર સંપાય ગુણસ્થાનક–જેની અંદર એક સાથે ચડેલા છવાના અને