________________
ઘેડાની પેઠે જે બ્રહ્મચર્ય પાળે છે તે બ્રહ્મચારી કહેવાતું નથી, પરંતુ જે ઈચ્છાપૂર્વક બ્રહ્મચર્ય પાળે છે તે જ બ્રહ્મચારી કહેવાય છે. આ ઉક્તિ સત્ય છે, પરંતુ જેઓ માનસિક શક્તિમાં દુર્બળતા ધરાવતા હોય તેઓના ભાવ આસપાસના વાતાવરણથી વિપરીત બની જતાં વાર લાગતી નથી અને તેટલા માટે કૃત્રિમ પણ નિર્દોષ ઉપાયો દ્વારા બ્રહ્મચર્ય જાળવી રાખવું એ કોઈ પણ રીતે અયુકત નથી. એક વેશ્યાના ગૃહસમીપે વસીને ચાતુમસ ગાળી બ્રહ્મચર્ય પાળવું એ માનસિક શક્તિની પરમાવધિ છે એ ખરું છે, પરંતુ સ્વામીનારાયણ સંપ્રદાયના આદિપુરૂષે ફરમાવ્યું છે કે સ્ત્રી જાતિ ભણી દૃષ્ટિ કરતાં મેહ ઉત્પન્ન થવાનો સંભવ હોવાથી તેની ભણી દષ્ટિપાત જ ન કરવો અને એ રીતે માનસિક, વાચિક અને કાયિક બ્રહ્મચર્ય પાળવું, એ ઉતરતી પંક્તિની માનસિક શક્તિથી પણ પળાએલું શુદ્ધ બ્રહ્મચર્ય છે એ નિઃસંશય છે. એ સંપ્રદાયની શિક્ષાપત્રીમાં કહ્યું છે કે
नैष्ठिकव्रतवंतो ये वर्णिनोमदुपाश्रयाः।। तैः स्पृश्या न स्त्रियो भाष्या न न वीक्ष्याश्च ता धिया ॥
અર્થાત–નષ્ઠિક બ્રહ્મચારીઓએ સ્ત્રીમાત્રને સ્પર્શ ન કરે અને સ્ત્રીઓ સાથે બેસવું નહિ અને જાણી જોઈને તે સ્ત્રીઓ સન્મુખ જેવું નહિ.
तासां वार्ता न कर्त्तव्या न श्रव्याश्च कदाचन । तत्पादचारस्थानेषु न च स्नानादिकाः क्रियाः ॥
અર્થાત–તે સ્ત્રીઓની વાર્તા કયારે પણ કરવી નહિ તથા સાંભળવી નહિ અને જે સ્થાનકમાં સ્ત્રીઓ આવજા કરતી હોય તે સ્થાનકમાં સ્નાનાદિક ક્રિયા કરવા જવું નહિ.
न श्रीप्रतिकृतिः कार्या न स्पृश्यं योषितो शुकम् । न वीक्ष्यं मैथुनपरं प्राणिमात्रं च तेर्धिया ॥
અથોત–તેમણે સ્ત્રીની પ્રતિમા ન કરવી અને સ્ત્રીએ પોતાના શરીર ઉપર ધારણ કરેલું વસ્ત્ર તેને અડકવું નહિ ને મૈથુનાસક્ત પશુપક્ષી આદિને જાણીને જેવાં નહિ.