________________
કરેલ છે. એ ચાર દ્વાર જુદી જુદી દિશાએ આવેલાં નથી પરંતુ એક જ દિશાએ આવેલાં છે, અને ચારેમાં થઈને પસાર થનાર જ સેવાધર્મરૂપ નગરમાં પ્રવેશ કરી શકે છે. આ ચાર દ્વારે કયાં ? (૧) મૈત્રી–Love towards equals ( ૨ ) મોદ–Love towards superiors, ( ૩ ) દયા-કરૂણા Love towards inferiors, અને (૪) ઉપેક્ષા7164724-Indifference towards opposition. 21714 au પ્રત્યે મત્રીભાવ, પિતાથી મોટાઓ તથા ઉચ્ચ ગુણોપેત જીવો પ્રત્યે આદ– પ્રમોદભાવ–તેઓને સુખી જોઇને પોતે પ્રમુદિત થવું એ વૃત્તિ, પિતાથી હલકા અથવા ગુણોમાં પામર જીવો પ્રત્યે કરૂણાભાવ અને પિતાની પ્રત્યે વિરોધ દાખવનારાઓ-શત્રુઓ વગેરે પ્રત્યે ઉપેક્ષાભાવ અથવા મધ્યસ્થભાવઃ એવા ચાર ગુણોની પ્રાપ્તિ કરવામાં જેઓ સમર્થ થયા નથી તેઓ સેવાધર્મ અંગીકાર કરી શકતા નથી અથવા જે કરે છે તો તેઓ સેવાના હેતુને પાર પાડી શકતા નથી. આ દુનિયામાં સર્વ છે કે સર્વ મનુષ્ય સમાન હોતા નથી. કોઈ આપણા જેવા, કોઈ આપણાથી મોટા, કે નાના અને કોઈ આપણું વિરોધી પણ હોય છે. જ્યાં સુધી એ ચારે પ્રકારના છે કે મનુષ્યો પ્રત્યે સમાન ભાવ રાખવાને અંતરંગ કેળવાયું ન હોય ત્યાં સુધી આપણે સેવા કેવી રીતે બનાવી શકીએ ? આ સમાન ભાવની કેળવણી માટેના આ ચાર માર્ગો છે. આ માર્ગે પ્રયત્નપૂર્વક આગળ વધનાર સમાન ભાવ ધારણ કરનારે બને છે, અને પછી તેને હાથે જે સેવા બજાવાય છે તે સાચી સેવા નીવડે છે.
દષ્ટાંત–સા નામનો એક માળી હતો. તે અને તેની સ્ત્રી વૃદ્ધ થયાં, તેમને પેટે કાંઈ સંતાન નહોતું અને અંદગી સુધી ખાઈ શકાય તેટલું ધન તેમની પાસે હતું. એક વર્ષો પૂરો વરસાદ પડ્યો નહિ અને દેશમાં દુકાળ પડ્યો. સાચાએ વિચાર્યું કે પોતે વૃદ્ધ થયો છે અને કાંઈ ધન રળવાની હવે જરૂર નથી તો આ દુકાળના વખતમાં લોકોનું કાંઈ ભલું પિતાને હાથે થાય તે ઠીક. આ વિચારથી તેણે પોતાના ગામથી દૂર ત્રણેક ગાઉ પર ઉંડા કુવાને કાંઠે પરબ બાંધી અને તે તથા તેની સ્ત્રી રાત દહાડો ત્યાં રહીને