________________
વિવેચન બલ્ય વયથી વિદ્યાર્થીઓ ધર્મશિક્ષણમાં રસ લેવા લાગે તેમ કરવું આવશ્યક છે, કારણકે એ અવસ્થાથી જ ધર્મના સંસ્કારનાં બીજ રોપવાં જોઈએ અને તે માટે ધાર્મિક શિક્ષણની શાળામાં વિદ્યાર્થીઓ બરાબર હાજરી આપે અને માબાપે પોતાનાં સંતાનોને ધાર્મિક કેળવણી લેવા શાળાઓમાં મોકલવાની કાળજી રાખે તે ઉપર ગ્રંથકારે સારી પેઠે ભાર મૂકે છે. પરંતુ ધાર્મિક શિક્ષણ બહુધા રસોત્પાદક હોતું નથી.. વિનામૂલ્ય અપાતા ધાર્મિક શિક્ષણ માટેની શાળાઓ બહુ અંશે ખાલી જેવી હોય છે અને વ્યાવહારિક કેળવણી લવાજમ લઈને આપવામાં આવે છે તોપણ તે ભરાએલી રહે છે તે ઉપરથી પણ આપણે વસ્તુસ્થિતિ સમજી શકીએ છીએ. આમ બનાવાનું કારણ શું? પૂર્વે કહ્યું છે તેમ ધાર્મિક કેળવણની આવશ્યકતા અને તેનું મૂલ્ય ભેડાં જ માબાપ સમજે છે અને તેથી તેઓ તે માટે પૂરતી કાળજી રાખતા નથી. વિદ્યાર્થીઓની અભિરૂચિ પણ આ કેળવણું પ્રત્યે ઓછી જ જોવામાં આવે છે. આ બેઉ કારણથી વિદ્યાર્થીઓની અને તેમનાં માબાપની ઉભયની અભિરૂચિ ધાર્મિક કેળવણી પ્રત્યે નીપજાવવાનું વાજબી સૂચન આ શ્લોકમાં ગ્રંથકાર કરે છે.. આ અભિરૂષિને કેવા યત્નપૂર્વક કેળવવી એ મહત્ત્વને પ્રશ્ન છે. ધાર્મિક શિક્ષણ રસભરિત હોવું જોઈએ. વિદ્યાર્થીઓની ઉછરતી મગજશક્તિ ચેમેરથી નવા પ્રકાશ તરફ આકર્ષાતી હોય છે, તે વખતે તેમને શુષ્ક લાગે તેવું ધાર્મિક શિક્ષણ આપવામાં આવે તે ઈષ્ટ નથી. આપણા દેશમાં જ્યાં જ્યાં શુષ્ક લાગે તેવું ધર્માશિક્ષણ આપવાના યત્નો થયા છે, ત્યાં ત્યાં તેને સફળતા મળી નથી. આ કારણથી ધર્મશિક્ષણને પણ રસભરિત બનાવવું જોઈએ. શુષ્ક ધર્માશિક્ષણ આપવાથી બાળકો એવું શિક્ષણ અણમાનતે મને પણ ગ્રહણ તે કરે છે પરંતુ તેવું શિક્ષણ વાંસનળીમાં મારેલી ફૂંક જેમ એક બાજુએથી દાખલ થઈ બીજી બાજુએ સીધી પસાર થઈ જાય છે તેમ જરાએ અસર કર્યા વિના પસાર થઈ જાય છે અને ચારિત્ર્ય ઉપર તેની અસર નીવડતી નથી. માટે ધર્મશિક્ષણને માટે એવો યત્ન કરવો જોઈએ કે જેથી વિદ્યાર્થીઓ હશે હશે એવું શિક્ષણ ગ્રહણ