________________
ર૭૩ મૃત્યુ થશે.” શાહપુત્રે તેને પહેલાં તો મેહવશતાથી સાથે લીધી, પણ માર્ગે જતાં મૃત્યુને ભય તેની છાતી ઉપર ચઢી બેઠે અને આખી રાત તેણે એ બાળા સાથે ગાળી, પણ તેને તે સ્પર્શ સુદ્ધાં કરી શક્યો નહિ. હવારસુધી તેણે મૃત્યુ સાથે લડાઈ કરી પણ છતાયું નહિ અને મરવું કબુલ થયું નહિ, તેથી બાળાનો સ્પર્શ થઈ શક્યો નહિ. હવાર થતાં તેણે બાળાને તેને ઘેર પાછી મોકલી દીધી અને તે સંત પાસે આવ્યો. સંતે તેને પૂછયું: “ કહો ભાઈ! રાત કેવા આનંદમાં ગુજરી?” શાહપુત્રે ખરી વાત કહી દીધી. સંતે કહ્યુંઃ “ભાઈ ! પાંચ પ્રહર પછી મૃત્યુ થવાનો જેને ભય છે તે સુખ ભોગવી શકતો નથી, તે જે પિતાના માથા પર દરેક ક્ષણે મૃત્યુનો ભય જુએ છે તે સ્વલ્પ પણ અશાશ્વત સુખ શી રીતે ભોગવી શકે ? ” આ સાંભળતાં જ શાહપુત્રને સાચું ભાન આવ્યું, જગતના સ્થૂળ ભોગોની નશ્વરતા તેને સમજાઈ અને તે એ સંત મહાત્માના જ સેવા કરી વિરાગી થયો. તેને સદવિવેક વડે માયાની તુચ્છતા સમજાઈ અને તેણે વૈરાગ્ય ધારણ કર્યું તેથી તે ઉત્તમ કોટિનું વૈરાગ્ય લેખાય. (૧૧૮)
નિમ્ર શ્લોકમાં ઉચ્ચ પ્રકારના વૈરાગ્યના પણ પુનઃ બે ભેદ સમજાવવામાં આવ્યા છે.]
ग्राह्य तत्र तृतीयमेव विशदं निःश्रेयसाथै जनैस्तवेधाऽस्ति समानभावजनितं यद्वैक्यभावोद्भवम्॥ सर्वे मत्सदृशा धियेति ममतात्यागः कुटुम्बेऽग्रिममेकोऽहं मम कोऽपि नेति जनिता निर्मोहता तत्परम्॥
ત્રીજા પ્રકારનું વૈરાગ્ય પણ બે મુખવાળું છે. ભાવાર્થ-ત્રણ પ્રકારનાં વૈરાગ્યમાં ત્રીજા પ્રકારનું વૈરાગ્ય નિર્મળ હોઈને મોક્ષપ્રાપ્તિ માટે આદરણય લેખાય છે. તે વૈરાગ્યના બે પ્રકાર છેઃ એક તો સમાનભાવ સંકલિત અને બીજું ઐક્યભાવ સંકલિત. આ જગતનાં તમામ પ્રાણીઓ મારા જેવાં છે, એવી બુદ્ધિથી જગતની સાથે આત્મ૧૮