________________
૩૬૧
વાઘાણાજનિવિઃિા ૬૦ - वस्त्रादेन च यत्र तत्र धरणं किन्तु व्यवस्थापुरो । न्यासो योग्यपदे सदा यतनयाऽऽदान पुनः कारणे॥ तत्सर्व घटते विना न यमिनां सम्मार्जनं वीक्षणं । तग्राह्य न्यसनीयमत्र सकलं सम्मायं दृष्ट्वा तथा ॥
વસ્ત્ર-પાત્રાદિ લેવા-મૂકવાને વિધિ. ભાવાર્થ–મુનિઓએ પિતાનાં વસ્ત્રાદિ ઉપકરણ જ્યાં ત્યાં રખડતાં ન મૂકવાં, કિન્ત વ્યવસ્થાપૂર્વક વટી બાંધીને યોગ્ય સ્થાને યતનાપૂર્વક મૂકવાં; વળી તેનું કામ પડે ત્યારે યતનાથી લેવાં, પણ તે નજરે જોયા વિના કે પૂજણીથી પૂજ્યા વિના લેવા-મૂકવાં ન ઘટે; માટે જે કંઈ લેવું–મૂકવું પડે તે જોઈ પૂછને લેવું કે મૂકવું. (૧૬)
વિવેચન—આદાનનિક્ષેપ” એ પાંચમાંની એથી સમિતિ છે. જાણે કે અજાણ્યે સૂક્ષ્મ જંતુઓની હિંસા ન થાય તેટલા માટે એક મુનિએ પિતાનાં ઉપકરણ સાથે કેવી રીતે વર્તવું તેનું આ શ્લોકમાં સૂચન છે. આદાનનિક્ષેપ સમિતિની વ્યાખ્યા એવી છે કે – __ ग्राह्यं मोच्यं च धर्मोपकरणं प्रत्युपेक्ष्य यत् ।
प्रमाय॑ चेयमादाननिक्षेपसमितिः स्मृता ॥ અર્થાત–ધર્મોપકરણોને જોઈને તથા પ્રમાજીને લેવાં મૂકવાં, તે આદાનનિક્ષેપ નામની સમિતિ છે. કોઈ પણ વસ્તુને જોઈને–સંમાર્જીને લેવી તથા મૂકવી તેના બે લાભ મુખ્ય છે. એક લાભ એ છે કે વસ્ત્ર કે પાત્રાદિને જે કોઈ ઝેરી જંતુ વળગ્યું હોય તો તેને જોઈને-સંમાજીને લેવા મૂકવાથી તે જંતુના દેશમાંથી બચી શકાયઃ આ લાભ પિતાના હિતનો છે; પણ આ સમિતિને હેતુ તો હરકોઈ જંતુની અકારણ હિંસા થતી અટકાવવાનો છે, અને તે જ પરમ આધ્યાત્મિક લાભ છે. આ લાભને માટે–સમિતિના પાલનને અર્થે મુનિને અત્ર કહેવામાં આવ્યું છે કે–તેણે પોતાનાં ઉપકરણો જોઇને