________________
૪૪૮
આશય નથી, પણ તે સર્વથા સફળ થતી નથી અને તે માર્ગે ચડનાર પ્રત્યેક જિજ્ઞાસુની આશા પૂરી થતી નથી એમ કહેવાનો આશય છે, કારણકે તેમાં કાંઈ ભૂલ કે ફેરફાર થવાથી ક્ષતિને સંભવ છે. યોગશાસ્ત્રના ગ્રંથોમાં જ આ ભયસ્થાનો સ્પષ્ટ રીતે દર્શાવેલાં છે. હઠયોગ પ્રદીપિકામાં કહ્યું છે કે –
प्राणायामादियुक्तेन सर्वरोगक्षयो भवेत् । अयुक्ताभ्यासयोगेन सर्वरोगसमुद्भवः॥ हिक्का श्वासश्च कासश्च शिरः कर्णाक्षिवेदना।
भवन्ति विविधा रोगाः पवनस्य प्रकोपतः ॥
અર્થાત–યુકત પ્રાણાયામથી સર્વરોગોનો નાશ થાય છે પરન્ત અયુકત પ્રણાયામથી અનેક રોગોની ઉત્પત્તિ થાય છે. હેડકી, શ્વાસ, કાસ, શિરોરોગ, કર્ણરેગ અને જ્વરાદિ નાના પ્રકારના રોગો પ્રાણવાયુના કોપથી થાય છે. આ માર્ગે જનારાઓને પંડિત લેડબીટર સ્પષ્ટ–સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપે છે We are sometimes told that such a faculty can be developed by means of exercises which regulate the breathing, and that this plan is one largely adopted and recommended in India. It is true that a type of clairvoyance may be developed along these lines but too often at the cost of ruin both physical and mental. Many attempts of this sort have been made in Europe and America. This I know personally because many who have ruined their constitutions, and in some cases brought themselves to the verge of insanity, have come to me to know how they could be cured. Some have succeeded in opening astral vision sufficiently to feel themselves perpetually