Book Title: Karttavya Kaumud Dwitiya Granth
Author(s): Ratnachandra Muni, Chunilal V Shah
Publisher: Chunilal V Shah

View full book text
Previous | Next

Page 496
________________ ૪૮૭ વામાં આવે છે. ચિત્તની સવિચાર કિંવા સવિતર્ક અવસ્થા ઉપરથી ચિત્તની ચંચળતાનો અર્થ સમજવો નહિ; એક જ દ્રવ્યના સંબંધમાં ચિત્તની સ્થિરતા હોવાથી ત્યાં ચિત્તની ચંચળતા હોતી નથી પરંતુ સ્થિર ધ્યાનાવસ્થા હોય છે. સંક્રમણથી ધ્યાનીની ચિત્તાવસ્થા ચંચળતાને પ્રાપ્ત થતી નથી. ૮, ૯, ૧૦ અને ૧૧ મે ગુણસ્થાનકે એ ધ્યાન મુનિને થાય છે. તેથી ચિત્ત શાન્ત થાય છે, આત્મા આત્યંતર દષ્ટિને પામે છે, ઈડિયે નિર્વિકાર થાય છે અને મેહનો ક્ષયે પશમ થાય છે. (૨૧ર-૨૧૩) [ હવે શુકલ બયાનના બીજા પાદ વિષે ચંથકાર સમજૂતી આપે છે. ] શુધ્યાનતિયur | ૨૨૪ न स्यात्संक्रमणं बहुत्वविरहाद्यत्रैकयोगाश्रिते। तत्र स्यादविचारनामकमिदं शुक्ल द्वितीयं शुभम् ॥ स्यादत्राखिलघातिकर्मविलयो मोहस्य निर्मूलनात् । कैवल्यं प्रकटीभवेदतिशयैः सर्वैः समं निर्मलम् ॥ શુકલ ધ્યાનને બીજે પાદ, ભાવાર્થ–શુલ ધાનીની જે અવસ્થામાં ત્રણગમાંને એક જ યોગ હોય છે તે વખતે બહુત્વના અભાવથી સંક્રમણ ન હોય, માટે તે વખતે અવિચાર નામે શુલ ધ્યાનનો બીજો પાદ સંભવે. આ અવસ્થામાં મોહનીય કર્મને સર્વથા ઉચ્છેદ થતાં ચારે ઘાતિકર્મને વિલય થાય છે અને ચોત્રીશે અતિશયની સાથે નિર્મળ કેવળજ્ઞાન પ્રકટ થાય છે. (૨૧૪) વિવેચન–ધ્યાતા જ્યારે શ્રતમાંથી યોગમાં અને વેગમાંથી શ્રતમાં સંક્રમણ કરતાં કરતાં સ્થિરતાને પામે છે અને મનની શુદ્ધતા તથા નિશ્ચળતાને અનુભવે છે ત્યારે તેની સવિચાર–સવિતર્ક દશાને લેપ થાય છે અને એક જ યોગથી એકત્વવિચારણામાં પરોવાય છે. આને ધ્યાનની “અવિચાર” કિંવા નિર્વિકલ્પ દશા કહી શકાય. આ અવસ્થામાં યોગમાં સંક્રમણ કરવાનું રહેતું નથી, એક દ્રવ્ય, એક પર્યાય અને એક પુદ્ગલનું તે દર્શન કરે છે, અર્થાત

Loading...

Page Navigation
1 ... 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514