________________
- ૧૦૨ निष्ठायां तु तयोः फलैक्यकलनान्नास्त्येव भेदो मनाक्॥
ધ્યાન અને તપના ફળની એકતા, ભાવાર્થ –ધ્યાની પુરૂષને પરિપાકસમયમાં ધ્યાન જે શુભ ફળ આપે છે તે જ ફળ શાન્ત તપસ્વીને પરિપકવ થએલી તપસ્યા પણ આપે છે. વચમાં જોકે સાધનવિધિમાં કોઈ એક રીતે ભેદ પ્રતીત થાય છે, તે પણ પરિણામે તે બેનું એક જ ફળ જણાયાથી પરિણામે જરા પણ ભેદ નથી, માટે જ્ઞાનના અધિકારીએ સ્વાધ્યાય અને ધ્યાનથી પોતાની દિનચર્યા પૂરી કરવી અને તપના અધિકારીએ તપસ્યાથી સમાપ્ત કરવી. (૨૪)
વિવેચન—જેવી રીતે હઠયોગી સમાધિને સાધે છે અને રાજયોગી પણ સમાધિને સાધે છે, છતાં બેઉનાં ક્રિયા-વિધિમાં અંતર હોય છે, તેવી રીતે ધ્યાની અને તપસ્વી ઉભયનાં સાધનવિધિમાં અંતર હોવા છતાં ઉભયને સમાન ફળની પ્રાપ્તિ થાય છે. પૂર્વે જણાવવામાં આવ્યું છે તેમ જ્ઞાન અને ભક્તિના સંગમથી આભા મુક્ત દશાને પામે છે કારણકે સાચો જ્ઞાની છેવટે શ્રદ્ધાળુ–ભક્ત બને છે, અને સાચા ભક્તને જ્ઞાન પ્રાપ્ત થયા વિના રહેતું નથી. તેવી જ રીતે સાચે તપસ્વી કે જે બાહ્ય અને અત્યંતર તપનું અનુષ્ઠાન કરી ચૂક્યો હોય છે તે કષાયોને પાતળા પાડી વસ્તુતઃ જ્ઞાન-ભક્તિની સ્પર્શના કર્યા વિના રહેતો નથી, એટલે તે પણ અંતેપામ વીતરાગ દશાને પામી શકે છે. સ્વાધ્યાયશીલ અને ધ્યાનશીલને
જે ફળપ્રાપ્તિ થાય છે, તે જ ફળપ્રાપ્તિ આ રીતે બાહ્યાભંતર તપસ્વીને થતી હોવાથી એ બે માર્ગો એક જ ગિરિશિખર પર ચડવાના જુદા જુદા માગે છે. આ કારણથી પૂર્વે મુનિની જે દિનચર્યા સૂચવવામાં આવી છે તેમાં અધિકારીએ સ્વાધ્યાય તથા ધ્યાનમાં અને સ્વાધ્યાય તથા ધ્યાનના અનધિકારીઓએ તપશ્ચર્યામાં પોતાની પ્રવજ્યાનો સમય ગાળો, તે દિનચર્યાને અહીં ઉપસંહાર થાય છે. ધ્યાન અને તપના ફળની એકતા તે બે જુદી જૂદી સીઢીઓ પર થઈને એક જ માળ પર જઈ પહોંચવાના કાર્યરૂપ છે, અને ચતુર્થ આશ્રમધર્મ-સંન્યાસને ગ્રહણ કરી ચૂકેલા મુમુક્ષને જે કોઈ