________________
૪૮૬ તથા આલંબનરહિતતા કેવી રીતે થાય એ ચારે પાયાના વિવેચન ઉપરથી આગળ જતાં સમજાઈ જશે. મૃતોપદેશમાંથી એક વખત એક પદાર્થ અથવા તેને પર્યાય લઈ તેની ઉપર વિચાર કરે; પછી બીજા પદાર્થ અથવા બીજા પર્યાય ઉપર વિચાર કરે. એક પદાર્થ ઉપર આવી વિચારણાવડે બરાબર નિરીક્ષા કરવી એ પદાર્થસંક્રમણ કહેવાય. એવી જ રીતે
એક શબ્દપર વિચાર કરીને બીજા શબ્દપર સંક્રમણ કરવું તે શબ્દસંક્રમણ કહેવાય. મનવચન-કાયાના યોગેમાંના એક યોગ પર થોડા વખત સ્થિર રહીં બીજા તરફ સંક્રમણ કરવું તે યોગસંક્રમણ કહેવાય. એવી રીતે શુક્લ ધ્યાનના પ્રથમ પાદમાં એક પદાર્થથી બીજા પદાર્થપર, એક શબ્દથી બીજા શબ્દપર અને એક યોગમાંથી બીજા રોગમાં સંક્રમણ થયા કરે છે. ધર્મધ્યાનમાં બહારની વસ્તુનું આલંબન હતું તે શુક્લ ધ્યાનમાં દૂર થાય છે અને તેને બદલે હવે પદાર્થનું જ્ઞાનધારા આલંબન થાય છે, વિશુદ્ધ અવલોકનપૂર્વક તેની આલોચના થાય છે અને તેમાં થોડા સમય સુધી સ્થિરતા થાય છે. એવી રીતે યોગમાંના ત્રણે યોગ પર વારાફરતી સંક્રમણ થયા કરે છે. એક વસ્તુને નિત્ય પર્યાય લીધે તે તે ઉપર કેટલેક વખત સ્થિરપણે ધ્યાન ચાલે છે; વળી બીજા પર્યાયપર વિચારણા ચાલે છે. એવી રીતે અમુક દ્રવ્યના પર્યાય ઉપર એક પછી એક વિચાર ચાલ્યા કરે છે. આ ધ્યાનને સવિતર્ક અને સવિચાર કહેવાનું કારણ એ છે કે અહીં એક પછી એક વિતર્કો મૃતોપદેશનાં અવલંબને હોય છે, એક પર્યાયથી બીજા પર્યાયપર વિચારણા ચાલ્યા કરે છે અને પર્યાયભેદે શબ્દસંક્રમણ પણ થયા કરે છે. વળી આ પ્રકારનું સંક્રમણ સિદ્ધ થતાં શબ્દસંક્રમણ કે અર્થસંક્રમણમાંથી ગસંક્રમણ અને યોગસંક્રમણમાંથી શબ્દ–અર્થ સંક્રમણ પણ થાય છે. આ ત્રણ પ્રકારનું સંક્રમણ તે જ શુકલ ધ્યાનની સવિચારતા અથવા વિતર્કશ્રિતતા છે. આ પ્રકારના શુક્લ ધ્યાનથી–સવિચારથી જડની અનિત્યતા અને આત્માની નિત્યતા કિંવા જડ અને ચેતન વચ્ચેના પૃથપણાનું નિર્મળ જ્ઞાન થાય છે, તેથી આ ધ્યાનના પહેલા પાયાને પૃથફક્ત શ્રુતવિચાર કિંવા પૃથવિતર્કને નામે પણ ઓળખ