________________
૪૯૮
ઉપો. તે બોલ્યો : “અરે, જેની સાથે સમાનાં લગ્ન થવાનાં હતાં તે ગજસુકુમાલ તો સાધુડો થઈને અહીં ઊભો છે ! અરે, દુષ્ટ ! તારે જે મુંડાવું જ હતું તે શા માટે મારી પુત્રીને કુંવારા અંતઃપુરમાં મોકલાવી રંડાપો. અપાવ્યો ?” એ ક્રોધી બ્રાહ્મણે ગજસુકુમાલને સખ્ત શિક્ષા કરવાનો વિચાર કર્યો. તેણે ધ્યાનસ્થ ઊભેલા ગજસુકુમાલને માથે લીલી માટીની પાળ બાંધી અને મશાનમાં બળતી એક ચિતામાંથી ઠીબડી ભરી બળતા અંગારા લાવી ગજસુકુમાલને માથે બાંધેલી માટીની પાળની વચ્ચે ઠાલવ્યા. મુંડન કરાવેલા માથાની ચામડી ચરચર કરતી બળવા લાગી અને ચામડી પછી મગજનું માંસ બળવા લાગ્યું ! એથી થતી પીડાનું તે પૂછવું જ શું ? પણ ગજસુકુમાલે માથું કે શરીરનો કોઈ ભાગ ચોર્યો કે હલાવ્યો નહિ, તેમ સોમિલ ઉપર ઠેષ પણ આપ્યો નહિ. કોઇના સસરા પાંચ પચીસ રૂપિયાની પાઘડી બંધાવે છે, ત્યારે મને મારે સાસરે મોક્ષની પાઘડી બંધાવે છે, એવો ભાવ ગજસુકુમાલ મુનિના શુભ ધ્યાનમાં સ્પરતો હતો. આ બધે પ્રભાવ, આ શૂરવીરતા, આ નિશ્ચલતા, એ ભેદજ્ઞાનનું પરિણામ હતું. એ વખતે ગજસુકુમાલનો આત્મા જાણે શરીરથી બહાર નીકળી કર્મોને હંફાવવા મેદાનમાં પડ્યો હોય અને શરીર સાથે કાંઈ પણ સંબંધ ન હોય, તેમ દુઃખ વેદ્યા વિના આત્મભાવમાં લીન થએલે હતો; તેમના બહિરાત્મભાવનો તો ક્યારનોય ધ્વંસ થઈ ગયો હતો, અને અત્યારે અંતરાત્મભાવમાંથી એ પરમાત્મા ભાવમાં જવાની તૈયારી કરતો હતો. ક્ષપક શ્રેણીએ ચઢતા શુક્લ ધ્યાનના છેલ્લા પાયાને સ્પર્શતાં સકલ કર્મનો અંત કરી અંતગડ કેવળી થઈ ગજસુકુમાલ મુનિ મોશે પહોંચ્યા. (૨૨૧) [ હવે ચુત્સર્ગ તપના બે ભેદમાંના પહેલા દ્રવ્યવ્યત્સર્ગ તપ વિષે કહે છે. ]
થયુતિ : ૨૨૨ In व्युत्सों द्विविधो नतो जिनवरैर्द्रव्येण भावेन वा । गच्छाङ्गोपधिभोजनादिविधया ख्यातश्चतुर्धाऽऽदिमः॥ आसन्ने मरणे विहाय ममतां गच्छे तनौ चोपधो ।