________________
૪૯ त्याज्यं भोजनपानकं च निखिलं निष्कामबुद्धया बुधैः॥
દ્રવ્યવ્યત્સગ તા. ભાવાર્થ-જિનવરોએ વ્યુત્સર્ગ તપના બે પ્રકાર કહ્યા છેઃ દ્રવ્ય વ્યુત્સર્ગ અને ભાવવ્યુત્સર્ગ. ગચ્છ, શરીર, ઉપકરણ અને ભોજન આદિ ભેદથી પ્રથમ દ્રવ્યબુત્સર્ગ તપ ચાર પ્રકારનું છે. જ્યારે ભરણુ નજીકમાં આવે ત્યારે ગચ્છ, શરીર અને ઉપકરણ-ઉપધિ ઉપરથી મમતા ઉતારી નાંખીને છેવટ નિષ્કામ વૃત્તિથી વિબુધ એ ચાર પ્રકારનું અન્નપાણુ પણ ત્યજી સંથારે કરવો જોઈએ. (૨૨૨)
વિવેચન–બુત્સર્ગ તપના બે પ્રકાર શાસ્ત્રમાં કહ્યા છે. દ્રવ્યબુત્સર્ગ અને ભાવવ્યુત્સર્ગ. વિ-ઉત્સર્ગ–વિશેષે કરીને ત્યાગ તે વ્યુત્સર્ગ. દ્રવ્યબુત્સગના ચાર પ્રકારે છે; ગચ્છ-સંપ્રદાયના મમત્વનો ત્યાગ, શરીરના મમત્વનો ત્યાગ, ઉપકરણ–દેહ કે ધર્મચર્યાદિનાં સાધનોના મમત્વને ત્યાગ અને અન્ન પાણીના મમત્વને ત્યાગ. આ બધું નિષ્કામબુદ્ધિથી-કામનારહિત વૃત્તિથી કરવું; એટલે તેથી દ્રવ્યબુત્સર્ગ તપ સિદ્ધ થાય. હું અમુક ગચ્છનો સાધુ છું કે અમુક સંપ્રદાયને માનું છું એવો મમતા ભાવ ચિત્તમાંથી વિલય પામે અને માત્ર એવું જ માને કે હું તે નિર્મળ આત્મા છું, મારે હવે ગચ્છ કે સંપ્રદાયની સાથે શા લેવા દેવા છે? આવી ચિત્તવૃત્તિથી ગચ્છસંપ્રદાય પ્રત્યેના મમત્વને કે તેનાં નિશાનોનો ત્યાગ કરે. દેહ ઉપરથી મમત્વ ઉતારી નાંખે એટલે કાયોત્સર્ગ કરે-કાયામાંથી મમત્વ ભાવને ત્યાગ કરે, જંતુઓ એ કાયાને કરડે કે ખાઈ જાય, સર્પે દંશે કે સિંહ માંસ તોડી લે, વાયુ સુખ ઉપજાવે કે તાપ દઝાડે, એવા કોઈ પણ સુખ-દુઃખને ગણકારે નહિ અને માત્ર ત્યાગભાવમાં જ લીન રહે તે કાયોત્સર્ગ કહેવાય. જે કાંઈ દુઃખ કે સુખો થાય છે તે શરીરને થાય છે, હું ને–મારા નિર્મળ આત્માને તેથી કશાં સુખ દુઃખ થતાં નથી એવો ભાવ જ્યારે પ્રકટે છે, ત્યારે ચિત્તને જરાએ ખેદ કે ગ્લાનિ થતી નથી, તે અડગ રહે છે, દુ:ખમાંથી શરીરનાં અંગેને બચાવવાની વૃત્તિ ઉદ્દભવતી નથી અને એવા કાયોત્સર્ગમાં જ તપસ્વી દેહને વોસરાવી દે છે–મૃત્યુને સમભાવે નિમંત્રે છે.