Book Title: Karttavya Kaumud Dwitiya Granth
Author(s): Ratnachandra Muni, Chunilal V Shah
Publisher: Chunilal V Shah

View full book text
Previous | Next

Page 506
________________ ૪૭ માત્ર દેહને જ સુખદુઃખ થાય છે ઃ આવું ભેદજ્ઞાન જ્યારે પ્રકટ થાય છે ત્યારે આત્માને માટે જે ભગવદ્ગીતામાં કહ્યું છે કે— अच्छेधोयमदाद्योयमक्लेद्योऽशोष्य एव च । नित्यः सर्वगतः स्थाणुरचलोयं सनातनः ॥ અર્થાત્—આત્મા અછેદ્ય (કાપી ન શકાય તેવા ), અદાદ્ય ( ખાળી ન શકાય તેવા), અલેદ્ય (ભીંજાઇ ન શકે તેવા ), અશેષ્ય ( શાષાય નહિ તેવા), નિત્ય, સર્વત્ર ઉપયાગ યાજનાર, સ્થિર, અચળ અને સનાતન છેઃ એ તત્ત્વને સાક્ષાત્કાર થાય છે. દેહ અને આત્મા વચ્ચેના ભેદ સમજાવનારૂં જે જ્ઞાન તે ભેદજ્ઞાન. આ ભેદના અભ્યાસ કરવાથી વૈરાગ્ય સુદૃઢ થાય છે, અને વ્યુત્સગ તપની સિદ્ધિ સહજ બને છે. દૃષ્ટાન્ત—ભેદનાને કરીને કેવળ જ્ઞાન પામનાર ગજસુકુમાલનું દૃષ્ટાન્ત અહીં અંધ બેસતું થશે. ગજસુકુમાલ કૃષ્ણ મહારાજનેા નાનેા ભાઇ થતા હતા. માતા દેવકીને તેની ઉપર બહુ પ્રેમ હતા. તે જીવાન થયેા ત્યારે એક વાર ખવીસમા તીર્થંકર તેમનાથ પ્રભુ દ્વારકાનગરીની બહાર ઉદ્યાનમાં પધાર્યાં, અને કૃષ્ણ મહારાજ ગજસુકુમાલને સાથે લઈ પ્રભુનાં દર્શન કરવાને જવા લાગ્યા. રસ્તામાં સામિલ નામે બ્રાહ્મણનું ધર આવ્યું. એ ધરની અગાશીમાં સામા નામની એ બ્રાહ્મણની સૌદર્યવતી કન્યા સખીએ સાથે રમતી હતી તે કૃષ્ણના જોવામાં આવી અને તેનુ લગ્ન ગજસુકુમાલ વેરે કરવાને કૃષ્ણના વિચાર થયા. કૃષ્ણે સામિલને ખેલાવી સે।માનાં લગ્ન વિષે વાતચીત કરી, સામાને કુવારા અંતઃપુરમાં માકલી દીધી. પછી મેઉ ભાઈ ઉદ્યાન તરફ પ્રભુદર્શન કરવા જવાને આગળ વધ્યા. પ્રભુને ઉપદેશ સાંભળી ગજસુકુમાલને વૈરાગ્ય ઉપજ્યેા. તેમણે દીક્ષા લેવા માટે માતા પાસે આજ્ઞા માંગતાં માતાને મૂર્ચ્યા આવી ગઇ. ઘણું ઘણું સમજાવ્યા છતાં ગજસુકુમાલે દીક્ષા લેવાના નિશ્ચય છેડયો નહિ અને પ્રભુ પાસે દીક્ષા લીધી. દીક્ષા લઈ તે તુરત જ પ્રભુ પાસેથી ખારમી ભિખ્ખુની પપડમા આદરવાની રજા મેળવી અને પોતે શ્મશાનમાં જઈ કાયાત્મ કરી અડગપણે ઊભા. સાંજ પડી એટલે સેામિલ બ્રાહ્મણ જંગલમાંથી હામ માટે સિમનાં લાકડાં લઇને ગામ તરફ આવતા હતા તેની દૃષ્ટિ ગજસુકુમાલ પર પડી. જોતાં વેંત તેને ક્રોધ

Loading...

Page Navigation
1 ... 504 505 506 507 508 509 510 511 512 513 514