________________
વાળાં પાપ હોય તો પણ બ્રહ્મનું ધ્યાન કરવાથી તે સર્વ પાપનું ભેદન થાય છેઃ અન્ય કઈ પણ ઉપાયથી તે પાપોનું ભેદન થતું નથી.
દષ્ટાન્ત–પ્રસન્નચંદ્ર રાજર્ષિ રાજગૃહી નગરીની નિકટમાં આવેલા વૈભારગિરિ પર્વત પાસે કાયોત્સર્ગ ધ્યાનમાં વિરાજતા હતા. એવામાં રાજદૂતના મુખમાંથી નીકળેલા અશુભ વર્તમાનવાળા શબ્દો તેમના સાંભળવામાં આવ્યા અને તેમના હદયમાં વહેતી શુભ પરિણામની ધારા કુંઠિત થઈને યુદ્ધો લડવારૂપી અશુભ પરિણામની ધારા વહેવા લાગી. તે એ જ સ્થિતિમાં એટલા દુર્ગાન સુધી ચડી ગયા કે સાતમી નરકને યોગ્ય કર્મો બાંધ્યાં. પછી માથે સહજ હાથ ફેરવ્યો. મસ્તક પર રાજમુકુટ નહોતો પણ કેવળ મુંડિત મસ્તક હતું ! તુરત તેમને ભાન આવ્યું કે, અરે હું તો સાધુ છું અને મેં મનમાં આ યુદ્ધો લડવાના અને ચક્રવ્યુહો કરવાના મનોરથો શીદ રચ્યા? પિતાનું અશુભ કર્મ તેમને સમજાયું, પસ્તાવો થયો, પુનઃ ભાવો નિર્મળ થવા લાગ્યા અને પરિણામે નિર્મળ ધ્યાન ધરતા થકા કેવળ જ્ઞાન પામ્યા. શ્રી મહાવીર સ્વામીની પાસે પ્રસન્નચંદ્રના મરણ અને અન્ય ગતિમાં અવતાર સંબંધમાં શ્રેણિક રાજા પૂછે છે, એટલી વારમાં તે પ્રસન્નચંદ્ર રાજર્ષિ કેવળજ્ઞાની થયા તે કેવળ શુભ ધ્યાનને જ પ્રભાવ છે. (ર૦૧) [ હવે ધ્યાનને માટે કેવું સ્થાન પસંદ કરવું તે વિષે કહે છે.]
- થાનક્ષેત્ર | ૨૦૨ા. उद्यानं कदलीगृहं गिरिगुहा द्वीपं सरित्सङ्गमो। ग्रामैकान्तगृहं च शैलशिखरं वृक्षस्तटं तोयधेः ॥ यत्र स्त्रीपशुपण्डकाद्यगमनं कश्चिन्न कोलाहलः । स्थानं तादृशमुत्तमं यमभृतां ध्यानस्य संसिद्धये ॥
દયાનને યોગ્યક્ષેત્ર ભાવાર્થ...ઉદ્યાન, દલીચલ, પર્વત ઉપરની ગુફા, દ્વીપ, બે નદીઓને